મેટોડામાં રજીસ્ટ્રેશન વિના દવા વેંચતો વેપારી ઝડપાયો

રાજકોટ તા.31
રાજકોટ જિલ્લાના લોધીકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મંજૂરી વિના કે રજીસ્ટ્રેશન વિના જંતુનાશક દવાઓનો અને ખેતીના બિયારણોનું વેચાણ કરતા વેપારીઓ સામે પગલાં લેવાની નવનિયુક્ત જિલ્લા પોલીસવડા બલરામ મીણાની સૂચનાથી લોધીકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ પી ગઢવી સહિતનો કાફલો પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગીરાહે હકીકત મળી હતી કે મવડી બાયપાસ પાસે હરિદ્વાર એપાર્ટમેન્ટમાં રહેતા અને મેટોડામાં આરપીએચ પ્રાઇવેટ લિમિટેડ નામે જંતુનાશક દવા અને બિયારણનો વેપાર કરતા વેપારીને ત્યાં દરોડો પાડ્યો હતો તેની આ પેઢીનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું ન હોય તેવું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે