ખંભાળિયામાં સોમવારે દતાણી પરિવારના હવનનું આયોજન

જામખંભાળિયા તા.31
લોહાણા જ્ઞાતિના દતાણી પરિવારના કુળદેવી શ્રી રૂડીલાખી રૂપા માતાજીના પ્રાગટય મહોત્સવ નિમિતે અષાઢ વદ નોમ ના હવનનું દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ખંભાળિયામાં વારાહી ચોક ખાતે આવેલા શ્રી રૂડીલાખી માતાજીના મંદિર ખાતે પ્રાગટય મહોત્સવ નિમિતે સોમવાર તા.6ના રોજ પૂજય માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે બપોરે દોઢ વાગ્યે હવનનું બીડું હોમાયા બાદ અત્રે ગાડીત પાડા પાસે આવેલી જુની લોહાણા મહાજન વાડી ખાતે સર્વે દતાણી કુટુંબીજનોના સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ હવનના યજમાન પદે જોગેશભાઇ રતિલાલ દતાણી (આદીપુર-કચ્છવાળા) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની પુર્વ સંઘ્યાએ રવિવાર તા.પ મીના રોજ રાત્રે દશ વાગ્યે જાણીતા ગાયત્રી ગરબાનું પણ આયોજન કરવામં આવ્યું છે. આ કાર્યક્રમમાં બહારગામથી આવતા પરિવારજનો માટે રહેવાની સગવડ પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંગે વધુ વિગત માટે વિજયભાઇ દતાણી (મો.નં.94278 58525), કુસુમબેન દતાણી (મો.9429976780) તથા ચિરાગભાઇ દતાણી (મો.9998961623) નો સંપર્ક સાધવા તથા આ પ્રાગટય મહોત્સવમાં સર્વે દતાણી કુટુંબીજનોને ઊપસ્થિત રહેવા આયોજકો દ્વારા અપીલ કરાઇ છે.