લઘુમતિ માન્યતા પ્રાપ્ત શાળાઓ આરટીઆઈ દાયરામાંથી બાકાત

રાજકોટ તા,31
રાઈટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઇ.) હેઠળ પ્રવેશ ફરજીયાત આપવા સામે 183 શાળાઓએ કરેલી સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશનમાં હાઈકોર્ટે ગઇકાલે એવો ચુકાદો આપ્યો છે કે ‘લઘુમતિ’ તરીકેની માન્યતા પ્રાપ્ત શાળાઓ જ આર.ટી.ઇ.ના દાયરામાંથી બાકાત ગણાશે. જો કે, આ ચુકાદા સામે સુપ્રીમ સમક્ષ અપીલમાં જવા શાળાઓને મુદત મળી હોવાથી અને બીજા રાઉન્ડમાં પ્રવેશ કયારે કેટલાંને એ મુદ્દે કોઇ સ્પષ્ટતા
થઇ ન હોવાથી વિદ્યાર્થીઓને આ ચૂકાદાથી ફાયદો હાલ મળશે કે કેમ તે વિશે પ્રશ્ર્નાર્થ છે!
આરટીઇ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાના મામલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ શ્રી ચંદ્રવદન ધ્રુવે દાખલ કરેલ જાહેરહિતની અરજીની સાથે કેટલીક લઘુમતી શાળાઓએ આરટીઈ હેઠળ બાળકોને પ્રવેશ નહીં આપવનન મામલે સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન દાખલ કરેલ હતી. આ તમામ સ્પેશીયલ સિવિલ એપ્લીકેશનોમાં લગભગ 182 જેટલી શાાળઓનો સમાવેશ થતો હતો અને જેમાં વધુમાં વધુ 1000 જેટલા બાળકોને પ્રવેશ આપવો અથવા ન આપવો તેવા મતભેદો સાથે આ પીટીશનો દાખલ કરેલ હતી. આ તમામ પીટીશનો અને જાહેરહિતની અરજી ન્યામૂર્તિ એમ.આર. શાહ અને ન્યાયમૂર્તિ એ.આય. કોગજેની ખંડપીઠ સમક્ષ વિચારાધીન હતી. ગઇકાલે જાહેર થયેલ ચુકાદામાં હાઈકોર્ટે નોંધ્યું છે કે જે શાળાઓ/સંસ્થાઓ/ ટ્રસ્ટો લઘુમતી તરીકેની જરૂરી માન્યતા ધરાવે છે તેઓને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આરટીઈના દાયરામાંથી બાકાત રાખવામાં આવે છે અને જેમની પાસે આવી કોઇ માન્યતા ન હોય તેઓએ આરટીઈ હેઠળ 25 ટકા લેખે ધોરણ-1માં વિનામુલ્યે પ્રવેશ આપવાનો રહેશે. અરજદારે કરેલ રજુઆતને ગ્રાહ્ય રાખતા નામ. હાઈકોર્ટે જણાવેલ છે કે ટેકનીકલ કારણોસર જે અરજીઓને રદબાતલ કરવામાં આવેલ હતી. (કુલ 3170 જો કે રાજય સરકારે 3097 હોવાનો ઉલ્લેખ કરેલ છે.) તેમને ફરીથી તક આપવામાં આવે અને પ્રથમ રાઉન્ડ બાદ બાકી રહી ગયેલા તમામ બાળકોને પ્રવેશ આપવામાં આવે તેવો ઉલ્લેખ કરેલ છે જો કે જે લઘુમતી શાળાઓ દ્વારા આ પીટીશનો દાખલ કરવામાં આવેલ હતી. તેઓએ ચુકાદાને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને રાજય સરકારે લઘુમતીની માન્યતા ન ધરાવતી હોય તેવી તમામ સંસ્થાઓ/શાળાઓ વિરુધ્ધ શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી થવી જોઇએ તેવી રજુઆત કરી હતી. દલીલોના અંતે હાઈકોર્ટે લઘુમતી શાળા શાળાઓ/સંસ્થાઓને આગામી તા.14 ઓગસ્ટ સુધીમાં સુપ્રીમ કોર્ટમાં જવા માટેની મંજુરી આપી છે.
કોર્ટે સંપૂર્ણ ચુકાદાનો જે અંશે કોર્ટેમાં વાંચી સંભળાવ્યો તેમાં બીજો રાઉન્ડ કયારથી જાહેર કરવો અને તેમાં કેટલી સંખ્યામાં બાળકોનો સમાવેશ કરવામાં આવે તેવી કોઇ સ્પષ્ટતા થઇ હોય તેવું ધ્યાને નથી આવ્યું તેમ અરજદાર ચંદ્રવદન ધ્રુવે જણાવ્યું છે. આ ચુકાદા બાદ રાજય સરકાર બીજો રાઉન્ડ જાહેર કરવા બાબતે અને કેટલા બાળકોનો સમાવેશ કરશો તેના પર પ્રવેશથી વંચિત રહી ગયેલા બાળકોના પ્રવેશનો મામલો નિર્ભર રહેશે.
અરજદારે પીટીશનમાં ઉલ્લેખ કર્યા મુજબ 1,25,784-72,294 = 53,490 બાળકો પ્રવેશથી વંચિત રહી ગયેલ છે રાજય સરકારે તા.9/7/2018 થી રજુ કરેલા તેમના એફીડેવીટમાં જણાવ્યા મુજબ 39,914ને પ્રવેશ આપી શકાય તેમ છે. જો કે ત્યારપછીના એફીડેવીટમાં ફકત 7971 (પ્રથમ રાઉન્ડને 80,165-72,294) ને બીજા રાઉન્ડમાં પ્રવેશ આપી શકાશે તેવો કરેલ હતો. આમ રાજય સરકારે પણ આરટીઈ મામલે જુદી જુદી રજુઆતો કરેલ છે.