હોકર્સ ઝોનમાં દબાણો હટાવાયા, 225 બેનરો જપ્ત કરો 99 હજારનો દંડ વસુલાયો

રાજકોટ તા.31
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: 23-07-2018 થી તારીખ: 29/07/2018 ના રોજ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો, ધાસચારો/લીલું/ફૂલ વગેરે જપ્ત કરવાની તેમજ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી અને જુદાજુદા સ્થળોથી પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી, તેમજ નડતર રૂપ એવા બોર્ડ-બેનરો પણ હટાવવામાં આવ્યા હતા.
રસ્તા પર નડતર 24 રેંકડી-કેબીનો જયુબેલી વન-વે, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, સર્કિટ હાઉસ, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, પ્રેમ મંદિર હોકર્સ ઝોન, લક્ષ્મી નગર ચોક, રેયાધાર રોડ, શનિવારી બજાર, લાખાજીરાજ રોડ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી 15 અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે યુનિ.રોડ, કુવાદ્વારોડ, ટાગોર રોડ, જનાના હોસ્પિટલ, રામાપીર ચોકડી, કે.કે.વી.ચોક, પ્રેમ મંદિર હોકર્સ ઝોન, શનિવારી બજાર, પેલેસ રોડ, રેસકોર્સ રીંગરોડ, સોરઠીયાવાડી સર્કલ, વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હતી, 265 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને ધરાર માર્કેટ, જયુબેલી શાકમાર્કેટ, શનિવારી બજાર, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોક, મુક્તિધામ પરથી 70 કી.ગ્રા. ધાસચારો-લીલું-ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ/ 99,000/- વહીવટી ચાર્જ બી.આર.ટી.એસ.રૂટ, કોઠારીયા રોડ, રેસકોર્ષ, કેશરી પુલ, મોરબી રોડ, શાસ્ત્રી મેદાન, નાનામવા, ગાંધીગ્રામ, યુનિ.રોડ, બાલાજી હોલ, મવડી મેઈન રોડ, રેયારોડ, બંગડી બજાર, પરાબજાર, ગુરુપ્રસાદ રોડ, પેલેસ રોડ, ગોંડલ રોડ, માર્કેટીગ યાર્ડ રોડ, વગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ 12 હોકર્સ ઝોન જયુબેલી શાકમાર્કેટ, રેસકોર્સ, ચુનારાવાડ હોકર્સ ઝોન, કોઠારીયા રોડ હો.ઝોન, ભાવનગર રોડ હો.ઝોન, જી.આઈ. ડી.સી.હો.ઝોન. મવડી હો.ઝોન, માંડા ડુંગર હો.ઝોન, આજી ડેમ હો.ઝોન. ગંજીવાડા હો.ઝોન, વગેરે હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં નડતરરૂપ એવા 215 બોર્ડ અને બેનરો કુવાડવા રોડ, પેડકરોડ, દૂધસાગર રોડ, સોરઠીયા વાડી, ભાવનગર રોડ, રેલનગર થી અન્ડરબ્રીજ, કાલાવડ રોડ, પરથી હટાવવામાં આવ્યા હતા. શહેરના જુદાજુદા સ્થળોએથી અંદાજીત 15 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ હતો, જે કાલાવડ રોડ, ગાંધીગ્રામ, નાનામવા રોડ, શનિવારી બજાર, મવડી મેઈન રોડ, પરાબજાર, જયુબેલી શાકમાર્કેટ વગેરે સ્થળોએથી જપ્ત કરેલ છે.