તાલાલા પંથકમાં 6પ0 બાળકોને રૂબેલા રસી કરણથી કરાયા સુરક્ષીત

  • તાલાલા પંથકમાં 6પ0 બાળકોને રૂબેલા રસી કરણથી કરાયા સુરક્ષીત
    તાલાલા પંથકમાં 6પ0 બાળકોને રૂબેલા રસી કરણથી કરાયા સુરક્ષીત

તાલાલા,તા.31
તાલાલા શહેરમાં આડ અસરની અફવાઓ વચ્ચે ઓરી અને રૂબેલા રસીકરણ અભીયાનનો શુભારંભ થયો હતો. તાલાલા શહેરની ડી.એસ.સી. સ્કુલમાં ઓરી-રૂબેલા રસીકરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ પરંતુ છાત્રોનાં વાલીઓમાં રસીકરણ માટે ઉત્સાહનો અભાવ જોવા મળતો હોય શાળાના સંચાલક મીથુનભાઈ મકવાણાએ શાળામાં અભ્યાસ કરતાં તબીબોનાં બાળકોને પ્રથમ રસીકરણ કરાવશે તેવો વાલીઓને વિશ્ર્વાસ આપ્યા બાદ તબીબોએ બાળકોની આરોગ્ય સુખાકારી માટેના સરકારનાં રાષ્ટ્રીય કાર્યક્રમની વાલીઓને માહીતગાર કરી કાર્યક્રમને સફળતા અપાવવા સૌની ફરબ બનતી હોવાનું જણાવી લોકોને જાગૃત કરવા શહેરનાં તબીબોએ પ્રથમ તેમના બાળકોને ઓરી અને રૂબેલાનું રસીકરણ કરાવ્યુ હતુ.ત્યારબાદ વાલીઓએ હકારાત્મક વલણ રાખતાં તાલાલા તાલુકા આરોગ્ય અધીકારી ડો.પુનીત રાખોલીયા સહિતનાં સ્ટાફ દ્વારા 6પ0 થી વધુ બાળકોને રસીકરણ કરાવ્યુ હતુ.
તાલાલા પંથકમાં ઓરી રૂબેલા રસીકરણને સંપુર્ણ સફળ બનાવવા આરોગ્ય વિભાગ દ્વારા ગામે ગામ જનજાગૃતી સાથે જબરી જહેમત ઉઠાવી રહ્યું છે.
છેવાડાના ગરીબ વિસ્તારમાં
રસીકરણ કાર્યક્રમ યોજાયો
તાલાલા પંથકનાં છેવાડાના ગરીબ વિસ્તારમાં આવેલ વડાળા, વિઠ્ઠલપુર ગીર ગામનાં 180 બાળકોને ઓરી રૂબેલાના રસી મુકવામાં આવ્યા હતા.
વડાળાગીર ગામનાં સરપંચ અયુબ ખાનાણીએ સૌ પ્રથમ પોતાનાં બાળકને રસી મુકાવ્યા બાદ ગામનાં અન્ય બાળકોએ રસીકરણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.