59 વર્ષ પહેલા બંધાયેલો કમલેશ્ર્વર ડેમ 20 મી વાર છલકાયો

  • 59 વર્ષ પહેલા બંધાયેલો કમલેશ્ર્વર ડેમ 20 મી વાર છલકાયો
    59 વર્ષ પહેલા બંધાયેલો કમલેશ્ર્વર ડેમ 20 મી વાર છલકાયો

(સરદારસિંહ ચૌહાણ દ્વારા) તાલાલા, તા. 31
તાલાલા પંથકની સમૃદ્ધી આબાદીમાં જેનુ અતિ મહત્વનું યાગેદાન છે તે સાસણગીરથી દશ કીમી દૂર ગીરના જંગલની વચ્ચે 59 વર્ષ પહેલા બંધાયેલ હિરણ-1 (કમલેશ્ર્વર) ડેમ ચાર વર્ષ બાદ ઓવરફલો થતા તાલાલા પંથકમાં સર્વત્ર આનંદ છવાયો છે.
તાલાલા પંથકમાં સિંચાઈ ઉપરાંત સિંહો સહીતના વન્ય પ્રાણીઓને પીવાનું પાણી અને જંગલના વિકાસ માટે સાસણગીરથી દશ કીમી દૂર ગીરના ગીચ જંગલની વચ્ચે માત્ર 91 લાખના ખર્ચે 1959 માં બંધાયેલ કમલેશ્ર્વર ડેમ 59 વર્ષમાં માત્ર 20 વખત છલકાયો છે.
તાલાલા પંથકની પ્રજામાં નવા પ્રાણપુરનાર કમલેશ્ર્વર સાસણગીરથી તાલાલા શહેર સુધીના હિરણ નદીના કાંઠા ઉપર આવેલ 30 જેટલા ગામોમાં પાણીના તળ આખુ વર્ષ જીવંત રહેતા હોય તાલાલા પંથકના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણી તથા સિંચાઈ માટે અમુલ્ય લાભ કારક હોય કમલેશ્ર્વર ડેમ તાલાલા પંથકની આમ જનતા તથા ખેડુતો માટે આર્શિવાદ રૂપ છે.
કમલેશ્ર્વર ડેમના 700 એમસીએફટી પાણીના કુલ જથ્થાના સંગ્રહમાંથી 100 એમસીએફટી પાણીનો જથ્થો સિંહો સહીત વન્ય પ્રાણીઓ માટે અનામત રાખી બાકી રહેતા પાણીના જથ્થામાંથી તાલાલા પંથકમાં ગલીયાવડ પીપળવા ધામણવા ગુંદરગીરી બોરવાવ ગીર વીરપુરગીર સહીતના નવ ગામની એકાદ હજાર ટ્રેકટર ખેતીની જમીનમાં સિંચાઈ માટે ડેમમાંથી પાણી આપવામાં આવે છે.
સમગ્ર તાલાલા પંથક માટે આર્શિવાદ સમાન કમલેશ્ર્વર ડેમ છલમાતા ગીરના જંગલમાં ખુલ્લામાં વિદુરતાસિંહો સહીત વન્ય પ્રાણીઓ તથા હજારો પશુ પક્ષીઓની ઉનાળામાં પ્યાસ બુઝરાવવા ઉપરાંત ગીર પંથકનું અમૃત ફળ કેસર કેરીના બગીચા તેમજ કમલેશ્ર્વર ડેમ આધારીત પાણીના નળ ધરાવતા તાલાલા પંથકના 30 ગામના ખેડુતો તથા આમ જનતાને અમુલ્ય લાભ મળશે. કમલેશ્ર્વર ડેમની વિસ્તૃત વિગત
કુલપાણીનો જથ્થો - 714 એમસીએફટી
ડેડ પાણીનો જથ્થો - 21 એમસીએફટી
ડેમમાંથી છોડી શકાય તે પાણીનો જથ્થો - 694 એમસીએફટી
સિંહો માટે અનામત પાણીનો જથ્થો - એમસીએફટી
* કમલેશ્ર્વર ડેમ 1959 માં બંધાયા પછી 1961 માં પ્રથમ વખત ઓવરફલો થયો હતો ત્યાર બાદ 1970, 1971, 1979, 1980, 1983, 1988, 1989, 1992, 1994, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2013, 2018 એમ 59 વર્ષમાં કુલ 20 વખત ડેમ છલકાયો છે.
*કમલેશ્ર્વર ડેમના ઉપરવાસના 81 ચો.કી.મી. જંગલમાં જેટલો વરસાદ પડે તે બધુજ પાણી ડેમમાં આવે છે
* કમલેશ્ર્વર ડેમમાં વધુ સાત ફૂટ ઓવરફલો થાય ત્યાં સુધી ડેમની બાજુના કાઠીયામાંથી પાણી પસાર થઈ જાય છે આથી વધુ ડેમ ઓવરફલો થાય તો ડેમ ઉપર જબરૂ જોખમ ઉભુ થાય છે.