નેવીની છ મહિલા ઓફીસરોએ શઢવાળી હોડી દ્વારા રપ4 દિવસ ખેડી દુનિયાની સમુદ્રી સફર

  • નેવીની છ મહિલા ઓફીસરોએ શઢવાળી હોડી દ્વારા રપ4 દિવસ ખેડી દુનિયાની સમુદ્રી સફર
    નેવીની છ મહિલા ઓફીસરોએ શઢવાળી હોડી દ્વારા રપ4 દિવસ ખેડી દુનિયાની સમુદ્રી સફર
  • નેવીની છ મહિલા ઓફીસરોએ શઢવાળી હોડી દ્વારા રપ4 દિવસ ખેડી દુનિયાની સમુદ્રી સફર
    નેવીની છ મહિલા ઓફીસરોએ શઢવાળી હોડી દ્વારા રપ4 દિવસ ખેડી દુનિયાની સમુદ્રી સફર

જામનગર,તા.31
ભારતીય નેવીની ‘તારીણી’ શઢવાળી બોટ મારફત દુનિયાની પરિક્રમા કરનારી છ મહિલા નેવી ઓફિસરો આજે જામનગરની મહેમાન બનતાં જામનગર મહાનગર પાલીકા તથા પ્રાથમીક શિક્ષણ સમિતિ તથા આઈ એન એસ વાલસુરા દ્વારા તેઓનો સન્માન સમારોહ ટાઉન હોલમાં યોજાયો હતો.
ભારતીય નેવીમા ફરજ બજાવતી લેફ કમાન્ડર વર્તીકા જોષીની આગેવાની હેઠળ નેવીની છ મહિલાઓ શઢવાળી હોડી મારફત દુનિયા આખીનું પરિભ્રમણ કર્યુ હતુ તેમણે લભગભ રપ4 દિવસની સમુદ્રી સફર કરીને રર,300 નોટીકલ માઈલની સાહસીક સફર કરી હતી.
આ નાવીક સાગર પરિક્રમા નામની આ સફર અંગે પોતાનાં અનુભવો વર્ણવતા લેફ. કમાન્ડર અને ગ્રુપ કેપ્ટન વર્તીકા જોેષીઅ્રે જણાવ્યુ હતું કે ર009 માં પ્રથમ વખત સઢવાળી હોડી (બોટ)થી સમુદ્રની સફર કરનાર દિલીપ ગોડા પાસેતી અમોએ તાલીમ મેળવી હતી. અને 10 સપ્ટેમ્બર ર017ના રોજ ગોવાથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો અને 18 માં ર018 ના રોજ ગોવામાંજ આ યાત્રા સંપન્ન થઈ હતી.
તેમણે જણાવ્યું હતુ કે "તારીણીની લંબાઈ પ6 ફુટ અને શઢની ઉંચાઈ રપ મીટર હતી. માત્ર શઢના સહારે સફર કરવામાં આવી હતી. પેટ્રોલ,ડીઝલનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. એટલે કે માત્ર હવાનાં માધ્યમથી આગળ વધવાનું હતુ.
અન્ય સાહસીક મહિલા અધિકારીએ જણાવ્યુ કે પ્રવાસ દરમ્યાન 90 થી 1પ0 કી.મી. ઝડપે ફુકાતો પવન, પ થી 7 મીટર ઉછળતા દરીયાયી મોજા ઠંડી વગેરેનો સામનો કરવો પડયો હતો. આ યાત્રામાં સાર્ક, ડોલ્ફીન, વ્હેલ પણ નિહાળવા મળી હતી.
લેફટન્ટ વિજયા દેવીએ જણાવ્યું કે લગભગ ભારતીય તહેવારો અમો દરીયાની વચ્ચેજ ઉજવ્યા હતા. કયારેક અનુકુળ પવનની ઝડપ નહી મળતા બે ચાર કલાક રોકાવવું પડયુ હતુ.
આ સાગર પરિભ્રમણ કરનારી નેવીની છ મહિલા અધિકારીઓમાંથી પાંચ અધિકારી આજે જામનગર આવી હતી. જેમાં ગ્રુપ કેપ્ટન વર્તીકા જોષી (ઉતરાખંડ) પ્રતિભા જાબબાલ, (હિમાચલ પ્રદેશ) વિજયાદેવી ( મણીપુર) પાયલ ગુપ્તા (દહેરાદુન) અને ઐશ્ર્વર્યા (હૈદરાબાદ)નો સમાવેશ થાય છે. આ પાંચેય નેવલ મહિલા ઓફીસરનું મેયર હસમુખ જેઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન વસંત ગોટી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સુભાષ જોષી ચિફ ફાયર ઓફીસર કે.કેે બિશ્નોઈના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં જીલ્લા પોલીસ વડા શરદ સિંધલ, ઉપરાંત શિક્ષણ સમિતિનાં ચંદ્રવદન ત્રિવેદી, નિતિન માડમ, સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા.