રાજકોટ ‘ઝુ’માં વાઘણનું કાળોતરો કરડી જતા મૃત્યુ

  • રાજકોટ ‘ઝુ’માં વાઘણનું કાળોતરો કરડી જતા મૃત્યુ
    રાજકોટ ‘ઝુ’માં વાઘણનું કાળોતરો કરડી જતા મૃત્યુ

રાજકોટ તા,31
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધ્યુમન પાર્ક ઝૂ માં ‘ભૂમિ’ નામની વાઘણનું આજરોજ મૃત્યુ થયુ છે. ગતરાત્રિએ ઝેરી સર્પે દંશ આપવાથી વાઘણનું મોત થયુ હોવાનું પીએમ રિપોર્ટમાં જાહેર થયુ છે. વિસેરાને જૂનાગઢ લેબોરેટરીમાં મોકલાયા છે. ‘ભૂમિ‘ ને અગ્નીદાહ આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી. આજે સવારે ફરજ પરના કર્મચારીને ‘ભૂમિ’ ને સર્પદંશની જાણ થતાં તાત્કાલિક વેટરનિટી ડોકટરો અને એનિમલ કિપરને બોલાવાય હતા. સાવચેતી પૂર્વક વાઘણને સારવારમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ઝેરની અસર તિવ્ર હોવાથી સારવાર કારગર નીવડી હતી. અને ચાલુ સારવારે જ ભૂમિએ દમ તોડી દીધો હતેા. મૃતદેહનું આજરોજ સવારે વેટનરી ઓફિસરોની પેનલદ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. પીએમ દરમિયાન મૃતદેહનાં વિસેરા એકત્ર કરવામાં આવ્યા હતા જેને પૃથ્થકરણ માટે જૂનાગઢ વેટરનરી કોલેજ ખાતે મોકલવામાં આવ્યા હતા. ઝુનાં નિયમ પ્રમાણે આજે ભૂમિનાં મૃતદેહને અગ્નીદાહ આપી અંતિમ સંસ્કાર કરાયા હતા. દરમિયાન રાજકોટ ઝુમાં ‘ભૂમિ’નું મૃત્યુ થવાથી ઓફિસરો અને કર્મચારીઓમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.