ચંદ્રભાગા નદી સીમમાં જવા માટે અવરોધરૂપ બને છે બેઠો પુલ

ડોળાસા તા.31
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વેણુની સીમમાં જવા માટે ચંદ્રભગા નદીના બેઠા પુલ ઉપરથી પસાર થવુ પડે છે. જે પાણીના સતત પ્રવાહના કારણે જોખમી બની શકે છે. મહિલાઓનો સમુહ એકબીજાના હાથ પકડી પસાર થવું પડે છે.
ડોળાસા ગામના ખેડુતોની ઘણી જમીન વેણુ વિસ્તારની સીમમાં છે. આ સીમમાં કેટલાક ખેડુતોની ઘણી જમીન વેણુ વિસ્તારની સીમમાં છે. આ સીમમાં કેટલાક ખેડૂતો અહિં પરિવાર સાથે રહે છે. બાકીના માલઢોરને અહિ રાખવામાં આવતા હોય ઢોર દોહવા મહિલાઓને પણ આવવું પડે છે જેને પણ વહેતા પાણીના વેગવંતા પ્રવાહમાંથી કાળજી પેર્વક આ બેઠો પુલ પસાર કરવો પડે છે. વેણુની સીમ વિશાળ છે 200 થી વધે ખેડુતો અહિ જમીન ધરાવે છે. પણ પુલ અને ખરાબ રસ્તાના કારણે વરસાદના સંજોગોમાં વાડીએ જવું દુશ્કર બની જાય છે.
સરકાર ખેડુતોના હિતોને ઘ્યાનમાં રાખે છે તેવા દાવા વચ્ચે ડોળાસા ગામના ખેડુતોએ વીરાબાપાની જગ્યાથી માંડી બેઠા પુલની પેલે પાર દોઢ કી.મી. સુધી સી.સી. દોડ બનાવવો જ પડે તેવી સ્થિતિ છે આટલા રોડ પર પાણીના સતત મારના કારણે દરસાલ રોડ ધોવાય જાય છે. સાથે અહિં બેઠો પુલ છે તેની જગ્યાએ કોઝવે-કમ પુલ બનાવવાની માંગ કરવામાં આવી છે.
ચંદ્રભગા નદી સારા ચોમાસામાં માર્ચ મહિના સુધી વહેતી રહે છે જેના કારણે આ પુલ ઉપર સેવાળ જામી જવાથી પાણી ઓછા થઇ જવા છતાં અકસ્માતોનો સતત ભય રહે છે. 200 થી વધુ ખેડુતો તેમાય આ પરિવારની મહિલાઓની સ્થિતિ ઘ્યાને રાખી પુલની કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી છે.