વાંકાનેર જૈન સોશ્યલ ગૃપ દ્વારા વૃક્ષારોપણ

વાંકાનેર,તા.31
વાંકાનેર જૈન સોશ્યલ ગૃપની સ્થાપનાથી લઈ વર્તમાન સમયમાં પણ ગૃપનાં ઉમદા સેવા કાર્યને સતત ચાલુ રાખવામાં આવ્યાં છે. સાથો સાથ જૈન ધર્મમાં જીવદયા કાર્યોનું અનેરૂ માહત્મય રહ્યું છે. ચોમાસાની ઋતુમાં દર વર્ષ જુદી જુદી જગ્યાઓ ઉપર વૃક્ષારોપણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને શહેરને હરીયાળુ બનાવવા માટેના સૌના પ્રયાસ સાથે આ સંસ્થા દ્વારા પણ જીવદયા સાથે વૃક્ષારોપર કરી પોતાની નૈતીક ફરજ અદા કરી રહ્યું છે.
વાંકાનેરનાં પાંજરાપોળ ગૌ શાળામાં આ દ્વિવીધ કાર્યક્રમ જૈન સોશ્યલ ગૃપ દ્વારા યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગરથી જે.એસ.જી. જીવદયા ચેરમેન હીરેનભાઈ પરીખ તથા સૌરાષ્ટ્ર રીજીયનનાં જોઈન્ય સેક્રેટરી મનીષભાઈ દોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, પાંજરાપોળના ટ્રસ્ટીઓ મણીભાઈ પટેલ, કલ્પેન્દુભાઈ મહેતા, શૈલેશભાઈ દોશી તેમજ વાંકાનેર જૈન સોશ્યલ ગૃપના પ્રમુખ સચીનભાઈ શાહ સભ્યશ્રીઓ રીતેષભાઈ મહેતા, જીજ્ઞેશ દોશી, ઉમેશભાઈ સોલાણી, સુનીલભાઈ દોશી, ચિંતનભાઈ મહેતા, સીચનભાઈ સંઘવી, પુર્વ પ્રમુખ રાજુભાઈ પટેલ, ભાવીકભાઈ શાહ, વાંકાનેર સંગીની ફોરમના પ્રમુખ દિપ્તબેન શાહ, સરયુબેન પટેલ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રથમ ગૌ માતાને ઘાસચારો આપી બાદમાં પાંજરાપોળની ભૂમી ઉપર વૃક્ષો રોપ્યા હતા.