ભાવનગર મનપા સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ઉગ્ર રજૂઆત

ભાવનગર, તા. 31
ભાવનગર મહાનગરપાલીકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સભ્યોએ વિરોધ પક્ષ જેવી ભૂમિકા ભજવીને તંત્રની બેદરકારી અને લોક પ્રશ્ર્નો અંગે ઉદાસીન વલણ અંગે આક્રોશભરી રજૂઆત કરી હતી. આ ઉપરાંત મીલગાર્ડન અંગે પણ સભ્યોએ રજૂઆત કરી હતી.
સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં સભ્યો રાજુભાઈ પંડયા, ધીરૂભાઈ ધામેલીયા, કુમારભાઈ શાહ સહિતનાએ લોકહીત અને લોક પ્રશ્ર્નોના ઉકેલ તંત્રની બેદરકારીઅને ઉદાસીન વલણ અને આક્રોશ સાથે રજૂઆત કરી હતી.
આ ઉપરાંત કરોડો રૂપીયાના ખર્ચે રીનોવેશન કર્યા બાદ પણ શહેરના મીલ ગાર્ડનમાં કોઈ સુવિધા ન હોય સભ્યોએ રોષ વ્યકત કર્યો હતો.
કમિશ્ર્નરે સભ્યોની રજૂઆતની નોંધ લઈ યોગ્ય ઉકેલ માટે ખાતરી આપી હતી.
સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મોટા ભાગના ઠરાવ ચર્ચા-વિચારણા બાદ મંજુર કરવામાં આવ્યા હતાં.