વેરાવળના સોનારીયામાં હિરણ નદીના તુટેલા આડબંધને ફરીથી બનાવવા માંગ

  • વેરાવળના સોનારીયામાં હિરણ નદીના તુટેલા આડબંધને ફરીથી બનાવવા માંગ
    વેરાવળના સોનારીયામાં હિરણ નદીના તુટેલા આડબંધને ફરીથી બનાવવા માંગ

પ્રભાસપાટણ, તા. 31
વેરાવળ તાલુકાનાં સોનારીયા ગામ નાવદ્રા રોડ ઉપર હિરણ નદીનાં કીનારે આડબંધ બાંધવામાં આવેલ હતો પરંતુ આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પાણીનું દબાણ આવતા આ આડબંધ તુટી ગયેલો છે. આ બંધને કારણે જયારે જયારે હિરણ નદીમાં મોટુ પુર આવતુ ત્યારે ગામમાં પાણી આવતુ રોકતો પરંતુ આ આડબંધ ટુટીને ધોવાણ થવાની હિરણ નદીમાં જયારે ભારે પૂર આવશે ત્યારે સોનારીયા ગામમાં આ નદીનું પાણી આવશે અને રસ્તામાં આવતી જમીનો અને રસ્તાનું ધોવાણ થશે તેથી આ બંધ ફરીથી બનાવવામાં આવે તે માટે સોનારીયા ગામનાં સરપંચ કાનજીભાઈ ચૌહાણ દ્વારા તાત્કાલીક બંધની કામગીરી કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે.