સુત્રાપાડાના ધામળેજ આસપાસના ગામોમાં એસટી બસોની અનિયમિતતા

ધામળેજ, તા. 31
સુત્રાપાડા તાલુકાના છેવાડાના ગામડાઓ જેવા કે રાખેજ એસટી બસ ન હોવાથી સુત્રાપાડા પ્રશ્ર્નાવડા જેથી ગામોએ અભ્યાસ કરવા જતી દિકરીઓને ફરજીયાત છકડો રીક્ષા અને અન્ય વાહનોમાં જોખમી મુસાફરી કરવી પડે છે.
નિગમ દ્વારા તાજેતરમાં જ બહાર પાડેલા પરીપત્ર મુજબ દરેક તાલુકાની અનવકવર્ડ ગામોને સર્વે કરી દરોક ગામ સુધી એસટી સુવિધા પૂરી પાડવી હોય તેઓ જીઆર બહાર હોય છતા વેરાવળ ડેપો દ્વારા તેમની અધિકારી દ્વારા સાવણીને ધ્યાને લેવામાં આવતી નથી.
વેરાવળ ડેમોમાંથી ઉપડતી 3.45 ની લોકલ બસ વેરાવળ ધામળેજ રૂટ બસને આગળ 4 કીમી રાખેજ સુધી લંબાવવામા આવી તેવી રાખે જ ના સરપંચ રામભાઈ પરમારે વાહન વ્યવહાર મંત્રીની રજુઆત કરેલ છે. આ રૂટ વેરાવળથી 4ની સમયે ઉપડે તો સુત્રાપાડ પ્રશ્ર્નાવડા અભ્યાસ કરતી દિકરા-દિકરીઓને સ્કુલના સમયે ઘરે પરત ફરવા આ બસ અનુકુળ રહે છે.
આમ આ તાલુકાના આ ગ્રામ્ય વિસ્તારને એસટી તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. અનવકવર્ડ ગામોનો રીસર્વે કરી નવા ટાઈમ ટેબલ મુજબ રૂટો ચાલુ કરવામાં આવે તેવી આ પંથકના લોકોની માંગણી છે.