બાબરા આઇટીઆઇના વિદ્યાર્થીઓએ રૂા.45000 માં બનાવી રેસીંગ કાર

  • બાબરા આઇટીઆઇના વિદ્યાર્થીઓએ  રૂા.45000 માં બનાવી રેસીંગ કાર
    બાબરા આઇટીઆઇના વિદ્યાર્થીઓએ રૂા.45000 માં બનાવી રેસીંગ કાર

બાબરા તા.31
બાબરાના ખાખરીયા રોડ સ્થીત ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) માં બેંચ નં-75 નું સટા પુર્ણતાના દિવસે વિદ્યાર્થી વર્તુળ દ્વારા છેલ્લા બે માસની દિવસ-રાતની મહેનતના અંતે ભંગાર (કબાડી) ની ચીજ વસ્તુમાંથી મામુલી રકમ રૂા.45000 ના ખર્ચ એડવાન્ચર કાર (રેસીંગ કાર) બનાવી હતી.
વિદ્યાર્થી વર્તુળે વર્કિગ મોડલ મારૂતી 800 નું 3 સીલીંડર સ્ટોક પેટ્રોલ એન્જીનના ઉપયોગ કરી સ્ટોક પેટ્રોલ તેમજ તમામ વ્હીલમાં ડીસ્ક બ્રેકનો ઉપયોગી બનાવી છે. એડવાન્ચર મોડલ ઓવર ઓલ ડાઇમેન્શન 2440 14001550 એમ.એમ. અને સેકટી પરપઝ માટે 60 કી.મી. એચ.આર રાખેલ છે.
વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી કાર ઉબડખાબડ કોઇપણ રસ્તા ઉપર દોડી શકશે અને વ્હીલ બેઝ વધારે હોવાથી કોઇ પણ સ્પીડમાં ટર્ન મારવાથી કારનું સંપુર્ણ બેલેસીંગ જળવાયેલું રહેવા પામશે. કાર માટેના તમામ સ્પાર્ટ કબાડીમાંથી લાવી સર્વીસીંગ અને કલરકામ કરી એકબીજા જોડી ઇન્ટરનલ એકસ્પાઇડીંગ શુબ્રેક એંજીન કટ સેકશન ડીહેન્સીયલ સ્થીડોમીટર અને ઓડો મીટરનું વર્કિગ મોડલ બનેલ છે.