મોરબી જિલ્લામાં કડક વાહન ચેકીંગ, 325 વાહન ચાલકોને 64 હજારનો દંડ

  • મોરબી જિલ્લામાં  કડક વાહન ચેકીંગ, 325 વાહન ચાલકોને  64 હજારનો દંડ
    મોરબી જિલ્લામાં કડક વાહન ચેકીંગ, 325 વાહન ચાલકોને 64 હજારનો દંડ

મોરબી તા.31
મોરબી જીલ્લામાં એસપીનો સપાટો, 3 જ કલાકમાં 325 વાહનચાલકોને રૂ. 64 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ નવા એસપી ડો. કરનરાજ વાઘેલાની સૂચનાથી જિલ્લાભરમાં સઘન વાહન ચેકીંગ ડ્રાઇવ યોજાઈ હતી.
મોરબીના નવા એસપી ડો. કરણરાજ વાઘેલાએ ચાર્જ સંભળતાની સાથે જ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વાહન ચેકીંગ દરમિયાન માત્ર 3 કલાકમાં જ કુલ 325 વાહનચાલકો પાસેથી રૂ. 64,300નો દંડ વસુલવામાં આવ્યો છે પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં નવા એસપી ડો.કરનરાજ વાઘેલાએ ચાર્જ સંભાળ્યો છે. તેઓએ ટ્રાફિક નિયમન પર વધુ ભાર આપવાની તૈયારી દર્શાવી છે. ત્યારે ગઈકાલે એસપી ડો. કરનરાજ વાઘેલાએ જિલ્લાભરના પોલીસ સ્ટેશનનોને કડક વાહન ચેકીંગ ડ્રાઇવ યોજવાનો આદેશ આપ્યો હતો જેના પગલે ગઈકાલે સાંજે 5 થી 8 દરમિયાન માત્ર 3 કલાકમાં જ 574 વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અડચણરૂપ 14, દસ્તાવેજ સાથે ન હોય તેવા 77 મળી કુલ 325 વાહનચાલકોને સ્થળ પર જ રૂ. 64,300નો દંડ ફટકારવામાં આવ્યો હતો