દ્વારકા જિલ્લામાં ઓગષ્ટ માસમાં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરાશે

ખંભાળિયા, તા. 31
ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા તા.13/07/2018ના રોજ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2018નો પ્રારંભ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ભારત સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ સર્વેક્ષણ 2018ની કામગીરી તા.01/08/2018 થી તા.31/08/2018 સુધી હાથ ધરવામાં આવનાર છે. આ સર્વેક્ષણમાં જિલ્લાના ગામડાઓમાં એજન્સી દ્વારા સાર્વજનિક સ્થળો શાળા,આંગણવાડી,આરોગ્ય કેન્દ્ર,બજાર,ધાર્મિક સ્થળ પર સાફ સફાઈની સ્થિતિનું નિરીક્ષણ કરાશે તથા પાણી ભરાયેલા ખાબોચિયાની સ્થિતિ, વેરાયેલા કચરાની સ્થિતિ, શૌચાલયની ઉપલબ્ધતા, શૌચાલયની ઉપયોગીતા, નાગરિકોના રૂબરૂ અને ઓનલાઈન પ્રતિભાવનું નિરીક્ષણ કરવામાં આવશે. આ સર્વેક્ષણમાં ગ્રામ્યકક્ષાનું મુલ્યાંકન વિવિધ માપદંડોને આધારે કરવામાં આવશે. સ્વચ્છતા સર્વેક્ષણમાં મળેલા અંકોના આધારે જિલ્લાઓનું રેન્કીંગ નક્કી કરવામાં આવશે.
બીજા રાઉન્ડમાં પ્રવેશ
નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગર દ્વારા સંચાલીત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાણવડ ખાતે પ્રવેશસત્ર ઓગષ્ટ-2018ના બીજા રાઉન્ડમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ, કોમ્પ્યુટર સર્ટીફીકેટ કોર્ષ ઇન સોફટવેર પ્રોગ્રામીંગ, ઇલેકટ્રીશીયન, આર્મેચર મોટર રીવાઇન્ડીંગ, સુઇંગ ટેકનોલોજી, ફીટર, ટર્નર, વાયરમેનમાં ખાલી રહેલ બેઠકો ઉપર પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશફોર્મ તા.11-8-18 સુધીમાં ભરી આઇ.ટી.આઇ. ખાતે રજીસ્ટ્રર્ડ કરવાના રહેશે. તેમ ભાણવડઆચાર્ય આઇ.ટી.આઇ. ની યાદીમાં જણાવાયું છે.