દ્વારકામાં આહીર સમાજની અગત્યની મિટિંગ યોજાઈ

  • દ્વારકામાં આહીર સમાજની અગત્યની મિટિંગ યોજાઈ
    દ્વારકામાં આહીર સમાજની અગત્યની મિટિંગ યોજાઈ

ખંભાળીયા તા.31
આહીર સમાજના ઇષ્ટદેવ તથા ભારતના તમામ સમાજોના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રીકૃષ્ણની જન્મ જયંતિ એટલે જન્માષ્ટમી. સમગ્ર દેશ અને દુનીયામાં હજારો વર્ષથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી શોભાયાત્રાઓ, રથયાત્રાઓ , મટકીફોડ, રાસગરબા વગેરે વિવિધ કાર્યક્રમો દ્વારા રંગેચંગે કરવામાં આવે છે પણ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી રાજનગરી દ્વારિકામાં જ આવી ઉજવણી બાબતે ઘણી ઉદાસીનતા જોવા મળી રહી છે. ત્યારે દ્વારકામાં પણ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય અને ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય એ માટે આહિર સમાજના યુવાનો દ્વારા વિચાર તરતો મુકવામાં આવ્યો અને તેના પર મનોમંથન અને ચર્ચા વિચારણાના અંતે આહીર સમાજ દ્વારા કાન્હા જન્મોત્સવના ભવ્ય આયોજનને આકાર આપવામાં આવ્યો છે.
આવનાર જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારિકા ખાતે સર્વે સમાજને સાથે રાખી જન્માષ્ટમી ની સાત્વિક અને પારંપારીક ઉજવણી ગોઠવવા માટે આહીર સમાજના કાન્હા વિચાર મંચ દ્વારા કાન્હા જન્મોત્સવનું આયોજન થઈ રહ્યું છે જેમા કાન્હા ના ગોવાળીયા તરીકે જોડાઈ આયોજનમાં સેવાને સહકાર આપવા માટે આહીર સમાજના યુવાનો ને કાન્હા વિચારમંચ દ્વારા હાકલ કરાઈ છે.
આધુનીક યુગની ટેકનોલોજીનો સદૂપયોગ સમાજલક્ષી કાર્યમા કરતા કાન્હા વિચારમંચ વતી યુવાનો ને જોડવા ઓનલાઈન બ્લોગ ની રચના કરવામા આવી છે. જેનુ અનાવરણ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા દ્વારકા સ્થિત આહીર સમાજ ની વાડી ખાતે કરાયેલ છે. આ બ્લોગના માધ્યમથી યુવાનો ઘરેબેઠા જોડાઈ શકશે અને જન્માષ્ટમીના કાર્યક્રમમાં કાન્હાના ગોવાળીયા બની વિવિધ સમીતીઓમા સેવાનુ યોગદાન આપી શકશે. આ બ્લોગમાં જોડાઈ, આયોજન ને યાદગાર બનાવવા આહીર સમાજ ના યુવાનો ને કાન્હા વિચારમંચ વતી અપીલ કરાઈ છે.