ટેકાના ભાવે ખરીદેલ મગફળીમાં ધુળ નાંખી વેપારીઓને ધાબડી દેવાનું કૌભાંડ

 • ટેકાના ભાવે ખરીદેલ મગફળીમાં ધુળ નાંખી વેપારીઓને ધાબડી દેવાનું કૌભાંડ

જેતપુર તા.31
જેતપુરના પેઢલા ગામે 17 કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલ મગફળીમાં વધુ એક વખત ભેળસેળનું કૌભાંડ પકડાતા જિલ્લા કલેકટર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે પેઢલા ગામે આજે ટેકાનાભાવે ખરીદ કરવામાં આવેલ મગફરીનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે કેટલાક વેપારીઓએ આ મગફળીનો જથ્થો ખરીદવા હરરાજીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન નાફેડના ગોડાઉનમાં રાખવામાં આવેલ મગફળીની ગુણીની ચકાસણી કરવામાં આવતા મોટાપાયે ભેળસેળનું કારસ્તાન ખુલ્યું હતું.
કલેકટરે વધુમા: કહ્યું હતુ કે વેપારીઓએ કરેલ આક્ષેપ મુજબ મગફળીની ખરીદી પુર્વે વેપારીઓને મગફળીનો અલગથી જથ્થો બનાવવામાં આવ્યો હતો. બાદમાં આજે ખરીદી ટાણે મગફળીનો માલ બોગસ ધાબડવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
જીલ્લા કલેકટરે મગફળીમાં માટી-કાંકરાના બનાવમાં તપાસના આદેશ આપ્યા છે. અને આ કૌભાંડ અંગે ફોજદારી ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મગફળીમાં મિલાવટ કરનાર આરોપીઓ સુધી પહોંચવા તપાસ આરંભી દેવામાં આવી છે.
જેતપુર નજીક પેઢલા હાઇવે રોડ પર આવેલ ગયશ્રી ઇનટરનેશનલમાં નાફેડના ગોડાઉન આવેલ છે. તે ગોડાઉનોમાં મગફળી ભરેલ હોય અને વેપારીઓને મગફળી ખરીદવાનો આજે છેલ્લો દિવસ હતો જેથી આજે બપોરે જેતપુર-ગોંડલ-કેશોદ-જુનાગઢ વિગેરે ગામોના વેપારીઓ ગોડાઉને મગફળી ખરીદવા આવેલ ત્યારે ગોડાઉનમાં આશરે 31 હજાર મગફળીની ગુણીઓ હતી અને ગોડાઉનમાં નીચે પટમાં રેતી કાંકરી વેપારીઓ જોવા મળતા શંકા જતા અમુક વેપારીઓએ મગફળીની ગુણીઓ તોડી જોતા તો મગફળીની ગુણીમાંથી અડધોઅડધ ધુળ અને ઢેફાઓ નીકળતા તમામ વેપારીઓએ મગફળી ખરીદવાની ના પાડતા ત્યાં હાજર રહેલ ડેપો મેનેજર તેમજ ગોડાઉન સુપરવાઇજરને બોલાવેલ.
મગફળીના ભેળસેળ હોવાની આગોતરી જાણ હોવાથી અધીકારીઓએ ગોડાઉન ને તાળા મારી અને ભાગી છુટેલ હતો. મગફળીમાં કૌભાંડ બહાર સમગ્ર જીલ્લામાં ખળભળાટ મચી જવા પામેલ છે.
નાફેડના મગફળીના ગોડાઉનમાં પડેલ મગફળીની ગુણીઓમાંથી ધુળ, ઢેડા નીકળતા ચકચાર જાગી છે. 10 થી 15 વેપારીઓએ કેટલી ગુણી ખોલી તે તમામ ગુણીઓમા:થી ધુળ નીકળેલ. આમ કરોડો રૂપિયાના મગફળીના કૌભાંડમાં કોણ સામેલ છે. તે તપાસ નો વિષય બની ગયો છે. મગફળી મોટી ધનેજ સેવા સહકારી મંડળીની
રાજકોટ કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ મગફળી જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાબેની મોટી ધનેજ સેવા સહકારી મંડળી દ્વારા ખરીદ કરવામાં આવી હતી અને પેઢલા ગામના ગુજકોટના ગોડાઉનમાં રાખવામાં આવી હતી. જરૂર પડયે રેવન્યુ અને સીઆઇડીની ટીમ તપાસ કરશે
જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, રાજય સરકારની સુચનાના પગલે અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને દોષિતને કડક સજા કરવા જરૂર પડયે રેવન્યુ વિભાગ અને સીઆઇડી ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.