સીંગતેલ અને કપાસીયા તેલમાં તેજી

  • સીંગતેલ અને કપાસીયા તેલમાં તેજી
    સીંગતેલ અને કપાસીયા તેલમાં તેજી

રાજકોટ: ખાદ્યતેલ બજારમાં આજે તેજી આગળ છપી હતી. ટેકસ પેઈડ સીંગતેલમાં રૂા.30 વધી ભાવ 1પ60-1પ70 થયા હતા. કપાસીયા રીફાઈન્ડ તેલનાં રૂા.10 વધી ભાવ 1330-1360 થયા હતા.
ખોળ બજારમાં મજબુતી હતી. ચણા-બેસન સ્થિર હતા. એરંડામાં સુધારાની ચાલ જોવા મળી હતી. રાજકોટ ઝવેરી બજારમાં સોના-ચાંદીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.
મગફળી
સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે મગફળીની 6-7 હજાર ગુણીની આવક હતી. રાજકોટ બેડી યાર્ડમાં ર100 ગુણીની આવકે જાડી મગફળીના ભાવ 6રા-78પ તેમજ જીણીનાં 678-7પર રહ્યા હતા.
મીલ ડીલેવરીમાં જામનગરમાં જાડી મગફળીના ભાવ 7ર0-830 રહ્યા હતા. જુનાગઢમાં 4000 ગુણીની આવક હતી. જાડી મગફળીના ભાવ 16700, જીણીનાં 18700, જીર0 ના 16600, પીલાણનાં 14100 રહ્યા હતા.
સીંગતેલ લુઝ
સીંગતેલ લુઝમાં આજે વધુ રૂા.રપ નો ઉછાળો હતો. ભાવ રૂા.900 થયા હતા. કામકાજ રપ-30 ટેન્કરનાં હતા. કોટનવોશના ભાવ 780-783 રહ્યા હતા. કામકાજ ર0-રપ ગાડીના હતા. કંડલા બંદરે પામોલીન તેલનાં ભાવ 670-671 રહ્યા હતા. સોયાબીન તેલનાં 7ર1-7રર હતા.
જામનગરમાં લુઝનાં ભાવ 900, ભાવનગરમાં પણ 900 રહ્યા હતા.
ખાંડ
ખાંડ બજારમાં આજે સ્થિરટોન હતો. રાજકોટમાં 800 ગુણીની આવક હતી. ખાંડ ડી ગ્રેડના ભાવ 3400-3470 તેમજ સી ગ્રેડના 3પ00-3પ70 રહ્યા હતા.
એરંડા
એરંડા બજારમાં આજે સુધારા તરફી વલણ હતુ. ગુજરાતમાં 3000 ગુણીની આવક હતી. ભાવ 86પ-880 રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં 1400 ગુણીની આવક હતી. ભાવ 8ર0-8પ1 હતા. જગાણાનાં ભાવ 90પ, કડીમાં 90પ, કંડલામાં 900, માવજી હરીમા 89પ-900 થયા હતા. જયારે દિવેલનાં ભાવ 91પ-9ર0 રહ્યાહતા.
સોના-ચાંદી
રાજકોટ ઝવેરી બજારમાં આજે ચાંદી રૂા.પ0 ઘટી ભાવ 38700 થઈ હતી. સોનામાં પણ રૂા.પ0 નો ઘટાડો હતો. સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 30800, રર કેરેટનાં ભાવ 30000 થયા હતા. સોનાના બિસ્કીટ (100 ગ્રામ) ભાવ 308000 રહ્યા હતા. વૈશ્ર્વીક ચાંદી 1પ.4પ સેન્ટ અને સોનું 1રર0 ડોલર હતા.