વેરાવળમાંથી 96 બોટલ દારૂ ઝડપાયો

વેરાવળ તા.31
વેરાવળના ખારવા વાડા વિસ્તારમાં ગત રાત્રી એલ.સી.બી. ના પો.કો. કનકસિંહ કાગડા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહેલ તે વખતે પોલીસની ગાડીને જોઇ મોટર સાયકલ મુકી એક શખ્સ નાસી છુટેલ જયારે મોટર સાયકલ નં. જી.જે. 32 એફ. 2595 માં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો નંગ 96 કીં.રૂા.4800 ની મળી આવતા મોટર સાયકલ કીં.રૂા.30 હજાર મળી કુલ રૂા.34,800 નો મુદામાલ કબ્જે લઇ પોલીસે ગુન્હો નોંઘી નાસી છુટેલ શખ્સને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.