સોમનાથ મંદિરની સિકયુરીટી પોલીસમેનનો વિદાઈ સમારંભ

  • સોમનાથ મંદિરની  સિકયુરીટી પોલીસમેનનો વિદાઈ  સમારંભ
    સોમનાથ મંદિરની સિકયુરીટી પોલીસમેનનો વિદાઈ સમારંભ

વેરાવળ તા.31
યાત્રાઘામ સોમનાથ ખાતે મંદિરની સીકયુરીટીમાં પોલીસમાં ફરજ બજાવતા મેરૂભાઇ આહિર વય મર્યાદના કારણે નિવૃત થતા આજે સાંજે સોમનાથ ટ્રસ્ટના વી.આઇ.પી. ગેસ્ટ હાઉસમાં વિદાય સમારોહ યોજાયેલ હતો. આ તકે પોલીસ અઘિકારીઓ, સોમનાથ ટ્રસ્ટના અઘિકારીઓ સહીતના બ્હોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નિવૃત થયેલ પોલીસ કર્મીને મોમેન્ટો આપી નિવૃતી જીવન સુખમય, આરોગ્યમય નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવેલ હતી.સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના મેરૂભાઇ આહિરે ઇ.સ.1982 માં જૂનાગઢ ખાતે મંગલદાસબાપુની ઘાર્મીક જગ્યામાં રહી અભ્યાસનો પ્રારંભ કરેલ અને અભ્યાસ પૂર્ણ કરી પોલીસમાં ફરજ બજાવવાની શરૂઆત જૂનાગઢ થી કરેલ હતી. તેમની આ ફરજ દરમ્યાન જૂનાગઢ તથા ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ, કોડીનાર, ઉના, સુત્રાપાડા સહીતના વિસ્તારોમાં ટ્રાફીક શાખામાં તથા નશાબંઘી વિભાગમાં ફરજ બજાવેલ અને 31 વર્ષ સુઘી ગીર-સોમનાથ જીલ્લામાં ફરજ બજાવી છેલ્લે સોમનાથ મંદિરની સીકયુરીટીમાં ફરજ બજાવી નિવૃત થયેલ છે. મેરૂભાઇ એ પોતાની આ ફરજ દરમ્યાન દરેક સમાજના આગેવાનો, પ્રજાજનો અને પત્રકાર મીત્રો સહીતનાએ આપેલ સહકાર બદલ આભાર વ્યકત કરેલ હતો. સોમનાથ ખાતે યોજાયેલા આ વિદાય સમારોહમાં ડી.વાય.એસ.પી. પરમાર, પી.આઇ. ખુમાણ, પી.એસ.આઇ. ચૌહાણ, વાળા સહીતના અઘિકારીઓ, પોલીસ કર્મીઓ તેમજ સોમનાથ ટ્રસ્ટના વિજયસિંહ ચાવડા, સુરૂભા જાડેજા, કૌદાળા, ઉમેદસિંહ જાડેજા સહીતના આગેવાનો હાજર રહી નિવૃત થયેલ મેરૂભાઇ આહિરને મોમેન્ટો આપી હવે પછીનું નિવૃતી જીવન સુખમય, આરોગ્યમય નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવેલ હતી. આ કાર્યક્રમનું સંચાલન એ.એસ.આઇ. વિરેન્દ્રભાઇ એ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.