સુરેન્દ્રનગરમાં વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રમુખની વરણી

વઢવાણ, તા. 31
વિશ્ર્વ હિન્દુ પરીષદના પ્રમુખ તરીકે જયેશભાઈ શુકલની નિયુકતી થતા બ્રહ્મસમાજ દ્વારા તેમનું વિશેષ સન્માન કરાયુ હતું. સુરેન્દ્રનગર જીલ્લા વિશ્ર્વ હિન્દુ પરીષદના પ્રમુખ તરીકે એડવોકેટ જયેશભાઈ શુકલની નિયુકતી થતા તેમનુ સન્માન વઢવાણ યુવા બ્રહ્મ સમાજ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી અને દ્વારા તેમનું સન્માન કરાયુ.
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદમાં નિમણુંક
પ્રવિણ બોગડીયા દ્વારા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદની રચના કરવામાં આવી છે તેમાં સુરેન્દ્રનગર જીલ્લામાંથી સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી તરીકે બકુલભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંતના કોષાધ્યક્ષ તરીકે વસંતભાઈ પટેલ રાષ્ટ્રીય બજરંગ દળ પ્રમુખ તરીકે કિશોરસિંહ રાણા, જગદીશભાઈ વડોદરીયા ઉપાધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રભાઈ પટેલની નિયુકિતી કરવામાં આવી હતી.