સોમનાથ સ્વામીનારાયણ ગુરૂકુળમાં ટીચર ટ્રેનીંગ વર્કશોપ સુપેરે સંપન્ન

  • સોમનાથ સ્વામીનારાયણ ગુરૂકુળમાં  ટીચર ટ્રેનીંગ વર્કશોપ સુપેરે સંપન્ન
    સોમનાથ સ્વામીનારાયણ ગુરૂકુળમાં ટીચર ટ્રેનીંગ વર્કશોપ સુપેરે સંપન્ન

પ્રભાસપાટણ,તા.31
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી,ગાંધીનગર પ્રેરિત ધર્મ ભકિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર - ગીર સોમનાથ દ્વારા તા.31 ના રોજ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગે્રસ (એન.સી.એસ.સી.) ર018 ની વિસ્તૃત માહિતી માટે એક દિવસનો ટ્રેનિંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જીલ્લાની કુલ 85 શાળાઓનાં શિક્ષક ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગીર સોમનાથ જીલ્લાના ડી.ઇ.ઓ.મયુરભાઇ પારેખ તથા ડી.ઇ.ઓ. કચેરીમાંથી ચાવડાભાઇ તથા ચુડાસમાભાઇ ઉપસ્થિત રહેલ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો ડી.ઇ.ઓ. ઇવોલ્યુટર તથા લોક વિજ્ઞાન કેન્દ્રમાં ચેરમેન, શા.સ્વા.ભકિત પ્રકાશદાસજીનાં હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ.
ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક તથા પુષ્પગુચ્છથી સ્વાગત અને શાલ,મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમને અનુરૂપ ડી.ઇ.ઓ.મયુરભાઇ પારેખ દ્વારા હાજર રહેલ શિક્ષકોને પ્રેરણાદાયી વકતવ્ય આપવામાં આવ્યું હતું.