સુત્રાપાડાના પ્રાસલી કૃપાલુ શાળામાં ઓરી-રૂબેલા રસીકરણ કાર્યક્રમ

  • સુત્રાપાડાના પ્રાસલી કૃપાલુ શાળામાં  ઓરી-રૂબેલા રસીકરણ કાર્યક્રમ
    સુત્રાપાડાના પ્રાસલી કૃપાલુ શાળામાં ઓરી-રૂબેલા રસીકરણ કાર્યક્રમ

પ્રભાસપાટણ તા.31
સુત્રાપાડા તાલુકાનાં પ્રાસલી ગામે આવેલ કૃપાલુ શૈક્ષણીક સંકુલમાં ઓરી અને રૂબેલાની રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાનાં પ્રમુખ ભાવસિંહભાઇ ઝાલા, પ્રાસલી આરોગ્ય કેન્દ્રના ચૌહાણભાઇ અને મુકેશભાઇ વાળાના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરેલ આ તકે શાળામાં આચાર્ય અને સ્ટાફગણ હાજર રહેલ, અને સંસ્થામાં હાજર રહેલા એક હજાર બાળકોને ઓરી અને રૂબેલાના રોગોને ડામવા રશી આપવામાં આવેલ આ કાર્યક્રમ સંસ્થાનો સ્ટાફ અને આરોગ્ય કેન્દ્રનાં સ્ટાફની સહયારી મહેનતથી આ કાર્યક્રમ સફળ રહેલ અને તમામ વિદ્યાર્થીઓને રશી આપવામાં આવેલ.
આ તકે સંસ્થાનાં મે.ટ્રસ્ટી વીરાભાઇ ઝાલાએ ઓરી અને રૂબેલાનાં રોગથી બચવા આ રશી મુકાવવી ખુબ જ જરૂરી છે. જેથી તમામ બાળકોએ આ રશી મુકવા અનુરોધ કરેલ.