ભાયાવદરના પ્રાંસલા ગામે જુગાર રમતા 7 સાત શખ્સ પકડાયા


ઉપલેટા, તા. 31
ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન નીચે આવતા પ્રાંસલા ગામે જુગાર ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ ધાંધલની સુચનાથી હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ સુખદેવસિંહએ પ્રાંસલાની સીમમાં જુગાર અંગેની રેડ કરતા કારા હરદાસ ઓડેદરા, કીશોર ચના વીંજુડા રે.મેરવદર, ભરવેળશ ભરમા ગુજરીયા રે.અમરાપર જમન નરશી મારસોણીયા રે. કારચીયાવાળાને જાહેરમાં જુગાર રમતા રૂા.12630 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.