ઉનાના નાઠેજ ગામે પુલનું ધોવાણ થતાં ખેડૂતો તેમજ ગ્રામજનો મુકાયા મુશ્કેલીમાં

  • ઉનાના નાઠેજ ગામે પુલનું ધોવાણ થતાં ખેડૂતો તેમજ ગ્રામજનો મુકાયા મુશ્કેલીમાં
    ઉનાના નાઠેજ ગામે પુલનું ધોવાણ થતાં ખેડૂતો તેમજ ગ્રામજનો મુકાયા મુશ્કેલીમાં

ઉના તા.31
ઉના તાલુકાના નાઠેજ તેમજ વ્યાજપુર ગામની વચ્ચે આવેલ સાહી નદી પર બાંધેલ કોર્ઝવે પુલની એક સાઇડથી ભારે વરસાદના પુરના પાણી આવતા આ કોર્ઝવે પુલની સાઇડોમાંથી ધોવાણ થઇ જતાં બન્ને ગામના લોકો તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. નાઠેજ ગામના 30 જેટલા મકાન રહેવાસીઓને પુલને પસાર થવા અતી મુશ્કેલી ભોગવવી પડી રહી છે. આ પુલનુ કામ બે માસ પહેલા કરવામાં આવ્યુ હતુ. જ્યારે આ પુલનુ કામ ચાલુ કરવામાં આવેલ ત્યારે ગ્રામજનો દ્રારા વિરોધ કરી અને જે જુનો બેઠો કોર્ઝવે પુલ જર્જરીત હાલતમાં હતો એ જગ્યા પર બનાવવા માંગ કરી હોવા છતાં તંત્રએ ગંભીરતા લીધી ન હતી. અગાઉ ગ્રામજનો દ્રારા આ પુલ ન બનાવવા લેખિત રજુઆત કરવા છતાં કોઇ ભાળ લીધી ન હતી. અને બિનજરૂરી સ્થળ પર કોર્ઝવે પુલ બનાવી દેતા ટુંકા ગાળામાં કોર્ઝવે પુલનું ધોવાણ થઇ જતાં ખેડૂતો તથા ગ્રામજનોને અવર જવર માટે અતિ મુશ્કેલી વહેઠવી પડે છે. આમ તંત્રના પાપે બિનજરૂરી જગ્યા પર પુલ બનાવી દેતા ખેડૂતોની જમીનો તેમજ નજીકમાં રહેતા વ્યાજપુરના અમુક ધરો પાણીમાં ગળા ડૂબ પાણી ભરાયા હતા. ગ્રામજનોનુ કહેવુ છેકે જે જુનો કોર્ઝવે પુલ જર્જરીત હાલતમાં હતો તે સ્થળ પર બનાવવામાં આવ્યો હોત તો આ નવોપુલ બનાવવામાં સરકારના વેડફાતા ખોટા નાણા બચી જાત અને ખેડૂતો તેમજ ગ્રામજનોની અવર જવરમાં મુશ્કેલી ન પડત આમ માર્ગ મકાન વિભાગ દ્રારા બનાવેલ પુલનું ધોવાણ થતા અને સાઇડોમાં મોટા મોટા ખાડા પડી જવાના કારણે લોકો પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.