ગોંડલમાં ઉભરાતી ગટરના પ્રશ્ર્ને વેપારીઓમાં રોષ જોઈ તંત્ર દોડયું

  • ગોંડલમાં ઉભરાતી ગટરના પ્રશ્ર્ને વેપારીઓમાં રોષ જોઈ તંત્ર દોડયું
    ગોંડલમાં ઉભરાતી ગટરના પ્રશ્ર્ને વેપારીઓમાં રોષ જોઈ તંત્ર દોડયું

ગોંડલ તા.31
ગોંડલ શહેર તાલુકામાં ખરીદી માટેનું મુખ્ય બજાર ગણાતા નાની બજારમાં છેલ્લા દસ દિવસથી વરસાદી અને ગટરના પાણી ઉભરાતા હોય વ્યાપારીઓ રોષે ભરાયા હતા પાલિકા તંત્રે તાકીદે દોડી જઇ કર્મચારીઓને કામે લગાડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલની નાની બજારમાં શહેર ઉપરાંત તાલુકાના ચોરાસી ગામના લોકો ખરીદી માટે આવતા હોય છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા છેલ્લા બે માસથી નાની બજારમાં સિમેન્ટ રોડ ના કામ હાથ ધરાયા હોય અને સાથોસાથ ચોમાસુ માથે આવીને ઉભુ રહી જતા છેલ્લા આઠ દસ દિવસથી નાની બજારમાં વરસાદી પાણી અને ગટર ના પાણી ઉભરાતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો અને તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ન ધરતા આજે લોકોનો રોષ ચરમ સીમાએ પહોંચી ફાટી નીકળે તે પહેલાં જ પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓએ દોડી જઇ દુવિધાનો જાત અનુભવ કરી પાલિકાના કર્મચારીઓને કામે લગાડી ઉદ્ભવેલા પ્રશ્ન નું નિરાકરણ લાવવા સૂચના અપાતા વેપારીઓનો રોષ શાંત પડયો હતો.