સુરેન્દ્રનગરમાં મારામારી સર્જાતા યુવાનની હત્યા

વઢવાણ, તા. 31
સુરેન્દ્રનગર એસટી સ્ટેન્ડ પાસે મેળામા થયેલી બોલાચાલી બાદ મારામારીમાં 23 વર્ષીય ભરવાડ યુવાનનું ખુન થતા અરેરાટી સાથે ચકચાર મચી છે.
સુરેન્દ્રનગર એસટી સ્ટેન્ડ પાસે ગત રાત્રીના 11 વાગ્યાની આજુબાજુના સમયે 80 ફૂટના રોડ ઉપર રહેતો ભરતભાઈ ભોપાભાઈ મુધવા ઉ.વ.23 વાળાને એસટી પાસે ભરાયેલ મેળામાં બોલાચાલી થયા બાદ મારામારી સર્જાઈ.
જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલ ભરતભાઈને તાત્કાલીક અમદાવાદ ખસેડાયેલા ત્યાં તેનું મોત થતા બનાવ ખુનમાં પલટાયો છે.
આ બનાવ એનબી ડોડીયા રાઈટર રાજુભાઈ એએસઆઈ જીતેન્દ્રભાઈ વિગેરે અમદાવાદ દોડી જઈ ઈપીએકટ 302 મુજબ ખૂનનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરેલ છે.