રાજકોટ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે કાલથી ડોમીસાઈલ ખરાઈનો કેમ્પ

રાજકોટ તા. 31
વર્ષ 2018માં મેડીકલ, આયુર્વેદિક, ડેન્ટલ, હોમીયોપેથી અને નેચરોપથીમાં પ્રવેશ માટે જે વિદ્યાર્થીઓ ગુજરાત રાજયના ડોમીસાઇલ હોય તેને પ્રવેશ આપવા માટે રાજકોટ જિલ્લા અને શહેરના હવે પછીના રાઉન્ડમાં પ્રવેશ મેળવી શકે તેવા સંભવિત વિદ્યાર્થીઓની યાદી એડમીશન કમીટીની વેબસાઇટ ૂૂૂ.ળયમફમળલીષફફિિ.ંજ્ઞલિ ઉપર મુકવામાં આવેલ છે. આ યાદીમાં સમાવેશ થતા વિદ્યાર્થીઓના ડોમીસાઇલ સર્ટીની ચકાસણી માટે નિયત સમિતિ સમક્ષ જરૂરી એવા ડોમીસાઇલ સર્ટીફિકેટની નકલ તથા ડોમીસાઇલ સર્ટીફિકેટ મેળવવા માટે રજુ કરેલા દસ્તાવેજોની પ્રમાણીત નકલો, પ્રમાણપત્રો,એ.સી.પી.યુ.જી.એમ.ઇ.ઇ.સી 2018 દ્વારા હેલ્પસેન્ટર પરથી મળેલ ઓર્ડરની અસલ/નકલ તથા આનુંસાંગિક જરૂરી દસ્તાવેજો/પ્રમાણપત્રો વેરીફિકેશન માટે રજુ કરવાના રહેશે.
રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાનાં મામલતદારો દ્વારા આવતીકાલથી ડોમીસાઇલ સર્ટીફિકેટની ખરાઇ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તો સંબંધિત તમામ વિદ્યાર્થીઓ/વાલીઓએ જરૂરી તમામ આધારો સાથે સમયસર હાજર રહેવા ડોમીસાઇલ સર્ટીફિકેટ ચકાસણી સમિતિના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર -2, પી.આર. જાનીની યાદીમાં જણાવાયું છે. રાજકોટ શહેર પુર્વ અને રાજકોટ તાલુકા માટે નાયબ કલેકટર, રાજકોટ શહેર -2(જુની કલેકટર કચેરી ખાતે) તા. 2 ઓગષ્ટ 2018ના રોજ સવારે 11 કલાકથી બપોરે 1 કલાક દરમીયાન, જયારે બપોરે 3 કલાકથી સાંજના 5 કલાક સુધી લોધીકા, પડધરી, કોટડાસાંગાણી, જસદણ અને વિંછીયા તાલુકા માટે ખરાઇની કામગીરી હાથ ધરાશે. તેજ રીતે રાજકોટ શહેર પશ્ચિમ ગોંડલ તાલુકા માટે તા. 3જી ઓગષ્ટના રોજ નાયબ કલેકટર, રાજકોટ શહેર -2(જુની કલેકટર કચેરી ખાતે) સવારે 11 કલાકથી બપોરે 1 કલાક દરમીયાન, જયારે બપોરે 3 કલાકથી સાંજના 5 કલાક સુધી ગોંડલ તાલુકા માટે ખરાઇની કામગીરી હાથ ધરાશે. તા. 4 ઓગષ્ટના રોજ આજ સ્થળે રાજકોટ દક્ષિણ માટે સવારે 11 કલાકથી બપોરે 1 કલાક દરમીયાન, જયારે બપોરે 3 કલાકથી સાંજના 5 કલાક સુધી ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા અને જેતપુર તાલુકા માટે ડોમીસાઇલ સર્ટીફિકેટ ખરાઇની પ્રક્રિયા હાથ ધરાશે. જેની સબંધિત વિદ્યાર્થીઓ/વાલીઓએ નોંધ લેવી.