વઢવાણ નજીક દંપતિ ઉપર હુમલો કરી ચેઈનની લૂંટ

વઢવાણ, તા. 31
વઢવાણ તાલુકાના ગોમટા ગામના કરશનભાઈ પરમાર રાઠોડ અને તેમની પત્ની લીલાબેન રાતના 11 વાગ્યે મોટર સાયકલ નં.જી.જે.13/કયુ 3830 ઉપર વઢવાણ આવતા હતા ત્યારે વઢવાણના શનિદેવના મંદિર પાસે નાસીર ભુરા ઉ.વ.20 અને વિજય ઉ.વ.35 અચાનક મોટર સાયકલ ઉપર ઘસી આવી લીલાબેનને મોઢા ઉપર ઝાપટ મારી મોટર સાયકલ ઉભુ રાખવી લીલાબેને ગળામાં પહેરેલ સોનાના અઢી તોલાના સોનાનો ચેઈન કિંમત રૂા.40,000 ની લૂંટ કરી નાસી જતા વઢવાણ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે લુંટનો ગુન્હો નોંધી પીએસઆઈએ વધુ તપાસ હાથ ધરી છે.