જામનગરમાં બે હજારનાં છુટા નહિ આપતા 1700ની લુંટ

જામનગર,તા.31
જામનગરમાં બે હજારનાં છુટા પૈસા આપવાની ના પાડનાર યુવાનને આરોપીએ છરી બતાવી 1700 રૂપીયાની લુંટ ચલાવી હતી.
જામનગરમાં કાલાવડ નાકા બહાર રાજ સોસાયટીમાં રહેતાં ફારૂકભાઈ અબ્દુલભાઈ કારા ઉ.વ.41 ગઈકાલે સવારે રતનભાઈ મસ્જીદ માર્ગેથી પસાર થતા હતા ત્યારે અવેશ હનિફભાઈ (રે. મોટાપીર ચોક) વાળો તેને મળ્યો હતો અને ર000 ના છુટા માંગ્યા હતા.
જે છુટા પૈસા આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાયો હતો અને છરી બતાવી ફારૂકભાઈ પાસેથી રૂા.1700 ની લુંટ ચલાવી ફડાકા ઝીંકી દિધા હતા.
આ અંગે ફારૂક કારાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પો.સ.ઈ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.
અજાણ્યા ભિક્ષુકનું મૃત્યુ
જામનગરના અજાણ્યા 60 વર્ષની ઉમરનાં ભીક્ષુક જેવા વૃધ્ધનું આજે સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ. મૃતકને કોઈ અજાણ્યા શખ્સે સારવાર માટે જી.જી.હોસ્પીટલમાં છોડીને જતા રહ્યા હતા. તેના હાથમાં ડોકટર દ્વારા લગાવાયેલ ઈન્જેકશન માટેની નિડલ તથા હાથમાં પાટાં પણ બાંધેલ હતા.