સોમનાથ સંસ્કૃત યુનિ. ગર્લ્સ હોસ્ટેલમાં છત પડતા 3 છાત્રોને ઈજા

  • સોમનાથ સંસ્કૃત યુનિ. ગર્લ્સ હોસ્ટેલમાં છત પડતા 3 છાત્રોને ઈજા
    સોમનાથ સંસ્કૃત યુનિ. ગર્લ્સ હોસ્ટેલમાં છત પડતા 3 છાત્રોને ઈજા

વેરાવળ તા.31
વેરાવળ ખાતે આવેલ સોમનાથ સંસ્કૃત યુનીવર્સીટીમાં ગલ્સ હોસ્ટેલના ઓરડામાં વિઘાર્થીનીઓ જમી રહેલ તે વખતે અચાનક છતનો મોટો ભાગ નીચે પડતા ત્રણ વિઘાર્થીનીને ઇજાઓ સાથે હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ છે. આ બનાવમાં સદનસીબે મોટી દુર્ઘટના બનતા અટકેલ છે. વેરાવળ ખાતે આવેલ સોમનાથ સંસ્કૃત યુનિ. માં ર્ગલ્સ હોસ્ટેલના ઓરડામાં વિઘાર્થીનીઓ જમી રહેલ તે સમયે અચાનક છત નો મોટો ભાગ નીચે પડતા સંગીતાબેન ગોવિંદભાઇ ચૌધરી ઉ.વ.22 તથા સંગીતાબેન રમેશભાઇ ચૌધરી ઉ.વ.22 અને શીલા ગામીત ઉ.વ.22 ને ઇજાઓ સાથે વેરાવળ સીવીલ હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ છે. આ ત્રણ વિઘાર્થીનીઓ પૈકી એક વિઘાર્થીનીને માથાના ભાગે જયારે બીજી વિઘાર્થીનીને ખભાંના ભાગે ઇજાઓ થયેલ હોવાનું અને ત્રીજી વિઘાર્થીને સામાન્ય ઇજા હોવાથી રજા આપેલ હોવાનું જાણવા મળેલ છે.
આ બનાવની જાણ થતા યુની. ના ઇન્ચાર્જ કુલપતી દવે દ્વારા ઓરડાની સમગ્ર છતને ઉતારી લેવામાં આવેલ અને હોસ્ટેલની વિઘાર્થીનીઓને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવેલ છે.
ઝેરી દવા પીતા મોત
વેરાવળમાં તાલાલા નાકા પાસે રહેતી મીતલ વજુભાઇ ચુડાસમા ઉ.વ.17 નામની બાળા ને ગત તા.27 ના રોજ તેમની બહેન જાગૃતિ એ દ્યરકાપ બાબતે બોલાચાલી કરેલ જેથી લાગી આવતા દ્યરમાં પડેલ કીડી, માખી મારવાની ઝેરી દવા મીતલ પી જતા વેરાવળની ખાનગી હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ જયાં તેમનું સારવાર દરમ્યાન આજે મૃત્યુ નીપજેલ હતું. આ બનાવની વઘુ તપાસ હે.કો. એ.જે.રાયજાદાએ હાથ ઘરેલ છે.