અમરેલીમાં પાણીપુરી વાળાને ત્યા અખાદ્ય જથ્થાનો કરાયો નાશ

  • અમરેલીમાં પાણીપુરી વાળાને  ત્યા અખાદ્ય જથ્થાનો કરાયો નાશ
    અમરેલીમાં પાણીપુરી વાળાને ત્યા અખાદ્ય જથ્થાનો કરાયો નાશ

અમરેલી તા.31
અમરેલી શહેરની બજારો-ગલીઓમાં જન આરોગ્ય સાથે ચેડા કરનારા અને બિલાડીના ટોપની જેમ ઉગી નિકળેલા પરપ્રાંતિય પાણીપુરીઓની રેકડીઓ ઉપર આજે અમરેલી નગરપાલીકાનાં આરોગ્ય વિભાગ દ્વારા ઘોસ બોલાવવામાં આવતાં ર0 જેટલી રેકડીઓમાંથી ખરાબ પાણી,બટેટા,ચટણી જપ્ત કરી નાશ કરવામાં આવતાં ભેળસેળીયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયેલ હતો.
પ્રાપ્ત વિગત મુજબ હાલ ચોમાસાની રોગચાળા યુકત ઋતુમાં અમરેલી નગરપાલીકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા શહેરમાં ખુલ્લેઆમ જન આરોગ્ય સાથે ચેડા કરતાં પાણીપુરી વાળા સામે આજે બપોરબાદ તવાઇ લવાતાં પાલીકાનાં ફુડ ઇન્સપેકટર એચ.જે.દેસાઇ સહિત 10 કર્મચારીઓની ટીમે શહેરનાં ચિતલ રોડ, ગાંધીબાગ, નાના બસ સ્ટેશન, શાકમાર્કેટ, ભીડભંજન ચોક, રેડ કોર્નર સીનેમા પાસે, ચક્કરગઢ રોડ, લીલીયા રોડ, માણેકપરા સહિતનાં વિસ્તારોમાં પાણી પુરીની રેકડીઓમાં ચેકીંગ હાથ ધરતાં વાસી-ખરાબ બાફેલા બટેટા, ખરાબ ચટણી, લીંબુના ફુલ સાથેનું ખરાબ પાણી ઝડયાનાં તમામનો નાશ કરવામાં આવેલ હતો. આજે સાંજ સુધીનાં ચેકીંગ દરમ્યાન 20 જેટલી પાણીપુરીની રેકડીઓનું ચેકીંગ હાથ ધરાતાં 60 કિલ્લો જેટલા બટેટાનાં નાશ કરવામાં આવતાં ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાયેલ હતો.
ફુડ ઇન્સ્પેકટર એચ.જે.દેસાઇએ જણાવેલ હતુ કે આગામી દિવસોમાં જન આરોગ્યની કાળજી બાબતે ચેકીંગ ચાલુ રાખવામાં આવશે. પાણીપુરી સિવાય તમામ ફાસ્ટફુડની દુકાનોમાં પણ સધન ચેકીંગ હાથ ધરી કડક હાથે કાર્યવાહી હાથ ધરાશે.