દક્ષિણ કોરીયાના પ્રેસીડેન્ટ મુન.જે.ઇન સાથે ચર્ચા કરતા જામનગરના સાંસદ

  • દક્ષિણ કોરીયાના પ્રેસીડેન્ટ મુન.જે.ઇન  સાથે ચર્ચા કરતા જામનગરના સાંસદ
    દક્ષિણ કોરીયાના પ્રેસીડેન્ટ મુન.જે.ઇન સાથે ચર્ચા કરતા જામનગરના સાંસદ

જામનગર તા.31
તાજેતરમાં દક્ષિણ કોરીયાના પ્રેસીડન્ટ મુન.જે.ઇનના ભારતના ચાર દિવસના પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આયોજીત ભોજન સમારંભામાં જામનગરના સંસદસભ્ય પુનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતાં.
દ.કોરીયામાં કાર્યકરત વિશ્ર્વની સૌથી મોટી મોબાઇલ કંપની સેમસંગનાં વિશ્ર્વકક્ષાના પ્લાન્ટનું ઉત્તર પ્રદેશનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતની દરેક ક્ષેત્રની પ્રગતિથી પ્રભાવિત થઇને ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસથી ભારતે દ.કોરીયાની મુખ્ય મોબાઇલ કંપની સેમસંગના માઘ્યમથી ભારતમાં રૂા.4915 કરોડનું જંગી રોકાણ કર્યુ છે જે ભારતની ઉદ્યોગ ક્ષેત્રની વધુ એક હરણફાળ છે. તેમજ વિશ્ર્વકક્ષાના ઉદ્યોગ પ્રસ્થાપીત કરવાની ભારતમાં તક અને આનુકુળતા છે તે વધુ એક વખત પુરવાર થયું છે.
દ.કોરીયાના પ્રેસીડન્ટ મુન ના ભારતના આ પ્રવાસ દરમ્યાન તેમના સન્માનમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભોજન સમારંભનું આયોજન કર્યુ હતુ જેમાં વડાપ્રધાન મોદીના આમંત્રણથી જામનગરના સંસદસભ્ય પુનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારંભમા ડેલીગેશનને મળી ને બંને પરસ્પર વધુ મજબુત કેમ થાય, ઉદ્યોગ અને રોજગાર સાથે રાષ્ટ્રને ટેકનોલોજી ક્ષેત્રે વધુ ફાયદો કેમ થાય તે સમગ્ર બાબતે મુદ્દાસર પરામર્શ કર્યો હતો સાથે સાથે પુનબેન પોતાના સંસદીય ક્ષેત્ર જામનગર અને દ્વારકા જીલ્લા અંગે તેમને સુમાહિતગાર કર્યા હતા તેમજ સમગ્ર પણે આ ભોજન સમારંભ મહત્વપુર્ણ મહિતીઓના આદન પ્રદાન થયા હતાં.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુઝ બુઝ દુરંદેશી પુર્વકના સુશાસનથી સમગ્ર વિશ્ર્વમાં રાષ્ટ્રની અનોખી છબી ઉભરી આવી છે. અને તેના કારણે જ ટેકનોલોજીની દ્રષ્ટીએ પણ વિશ્ર્વના ટેકનોલોજીના નિષ્ણાંત રાષ્ટ્રો પ્રભાવિત થયા છે. અને ભારતમાં જંગી રોકાણ કરવા માટે, ઔદ્યોગીક અને પારસ્પરીક સમજુતીઓના અનેક ક્ષેત્રોના કરાર માટે આગળ વઘ્યા છે. સેમસંગના વિશ્ર્વકક્ષાના પ્લાન્ટનું ભારતમાં ઉદ્દઘાટન તે પણ આ બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
સ્ટ્રેટેજીક પરફેકટ એકશનથી બન્ને દેશોના સંબંધો મજબુત થયા છે. અને ભારતની ઠોસ અને મજબુત પ્રગતિશીલતાને કારણે આવતા દિવસમાં બન્ને દેશોના સંબંધ વધુ મજબુત બની રહેશે. તેવી ખાત્રી પણ પુનમબેનની આ મુલાકાતના ફળદાઇ સાર રૂપે ઉભરી આવી હતી. એકંદર વડાપ્રધાન મોદીજીના આમંત્રણથી દ.કોરીયાના પ્રેસીડન્ટ મુન જે.ઇનના માનમાં યોજાયેલા ભોજન સમારંભમાં ઉપસ્થિત રહીને પુનમબેનએ રાષ્ટ્ર વિષે. બંને દેશોના સંબંધો વધુ મજબુત બને તે વિષે, તેમના સંસદીય ક્ષેત્ર વિષે મુદાસર માહિતીઓની આપ-લે કરી હતી.