ફરીયાદીને તાલુકા ભાજપ પ્રમુખ તથા નારેગા એ.પી.ઓ.ની ધમકી

  • ફરીયાદીને તાલુકા ભાજપ પ્રમુખ તથા નારેગા એ.પી.ઓ.ની ધમકી
    ફરીયાદીને તાલુકા ભાજપ પ્રમુખ તથા નારેગા એ.પી.ઓ.ની ધમકી

વિસાવદર તા.31
વિસાવદર તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી એ.પી.ઓ. ધકાણ તાલુકા ભાજપના પ્રમુખ હરીભાઈ રીબડીયા, તાલુકા પંચાયતના પ્રમુખના પતિ વિપુલભાઈ કાવાણી અને પ્રેમપરા ગ્રામ પંચાયતના સરપંચના પુત્ર હરેશભાઈ તળાવીયા વિગેરેએ સાથે મળીને તાલુકા પંચાયત હસ્તકના નરેગાની ગ્રાન્ટ બાબતે રૂા.15,00,000થી રૂા.20,00,000 (પંદરથી વીસ લાખ પૂરા) જેટલી પ્રબળ રકમનો ભ્રષ્ટાચાર કરી અને સરકારી નાણાનો ઉપયોગ કરેલ છે. વિવિધ યોજનાઓ હેઠળના કામો નિયમાનુસાર કરવાને બદલે ભ્રષ્ટાચાર આદરીને લાખોની રકમ મિલાપીપણુ કરી ગેરવલ્લે કરેલ છે. (જયદીપ) ઉર્ફે ખીમજીભાઈ પાઘડાળે તાલુકા પંચાયતમાં તપાસ કરવા અરજ અહેવાલ કરેલ અને રાઈટ ટુ ઈન્ફોર્મેશન મુજબ રેકર્ડ અને ખરાઈની માંગણીઓ કરેલ આ બાબતે વીટીવી ઈલેકટ્રોનીક મીડીયા દ્વારા સમગ્ર કૌભાંડ બાબતે નિવેદનો પણ લેવાયેલ અને સંબંધીત અધિકારીઓને સરકારી નાણામાં ભ્રષ્ટાચાર આચરવા અંગે તપાસ કરવા જણાવેલ પરંતુ જીલ્લા ભાજપના ઉચ્ચ હોદેદારો દ્વારા આ તપાસ થાય નહીં અને ભ્રષ્ટાચારીઓને છાવરવાના ઈરાદે અધિકારીઓ ઉપર પણ દબાણ કરી અને તપાસને રફે દફે કરવાના પ્રયત્નો કરાવી રહેલ છે અને આ ભ્રષ્ટાચારમાં તેઓનો પણ લાગભાગ છે તેમ જણાઈ રહેલ છે.
જો ધારા-8માં આ સમગ્ર મામલો ભ્રષ્ટાચારની તપાસ કરવામાં નહીં આવે અને જવાબદારો વિરૂધ્ધ સરકારી કામોનો દુરઉપયોગ ભ્રષ્ટાચાર બાબતે તમામ વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છુટકે અમારે આંદોલનનો આસરો લેવો ફરજ પડશે.