જામનગરમાં ઝાડા ઉલ્ટીથી માજી યુવક કોંગ્રેના પ્રમુખનું મૃત્યું

જામનગર, તા. 31
જામનગરનાં સત્યસાંઈ નગરમાં રહેતા પિયુષભાઈ નવનીતરાય ત્રિવેદી ઉ.વ.42 ને ગઈકાલે રાત્રે ઝાડા ઉલ્ટી થયા પછી છાતીમાં દુ:ખાવો શરૂ થતા તેમનું મૃત્યુ નિપજયુ હતું. મૃતક પિયુષભાઈ ત્રિવેદી અગાઉ જામનગર યુવક કોંગ્રેસના પ્રમુક રહી ચુકયા છે.
મોટીગોપમાં વાડી માલીકને શેઢા પાડોશીએ માર માર્યો
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામનાં હસમુખભાઈ રૂડાભાઈ સોલંકી ઉ.વ.32 પરમ દિવસે સાજે પોતાની વાડીમાં હતા ત્યારે રંજન નાથાભાઈ કારેણા સંતોષ નાથાભાઈ કારેણા અને મુકેશ ભનુભાઈ નનેરાએ પાઈપ પાઈપ તલવાર વડે માર માર્યો હતો આ અંગે હસમુખભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વાડીમાંથી વિજ વાયરની ચોરી
જોડીયા તાલુકાનાં લખતર ગામનાં કુંવરજીભાઈ હીરાભાઈ ચનીયારાની વાડીમાંથી ઈલેકટ્રીક મોટરનો રૂા.20300 ની કિંમતનો 190 મીટર વાયર કોઈ શખ્સો ચોરી કરી લઈ ગયા હતાં આ અંગે તેમણે ગઈ કાલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા એએસઆઈ એ.બી.ચાવડાએ તપાસ હાથ ધરી છે.
જુગાર રમતા છ ઝડપાયા
જામનગરનાં પાણાખાણા જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા અરવિંદસિંગ નાથુરામ કુશવાહ, માલખાનસિંગ લાખનસિંગ કુશવાહ બિપીન પુનિકુમાર યાદવ વગેરે છ શખ્સોને રૂા.11060 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.
જુગાર રમતા પાંચ ઝડપાયા
જામનગરમાં જાતીયાદેવીના મંદિર પાસે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા ભરત પાલાભાઈ ગારેડીયા તેજાભાઈ વિરામાભાઈ માહેશ્ર્વરી વગેરે પાંચ શખ્સોને રૂા.7010 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.