ધામળેજમાં વાડીએ બાંધેલી બે ભેંસ ચોરી જતા તસ્કરો

ધામળેજ તા.31
ધામળેજના ખેડુત માનસીકભાઇ અરજનભાઇ ચોહાણની પોતાની વાડીએથી બે ભેંસોની ચોરી થતા ફરીયાદ નોંધાઇ છે.
સુત્રાપાડાના ધામળેજ ગામના ખેડુત માનસીહભાઇ ચૌહાણની વાડી થોરડી ગામના પાટીયા સાથે આવેલી હોય જમાં વાડીએ મકાનમાં ચાર ભેંસો અને બળદો બાંધેલા હતા ત્યારે ગત રાત્રીના કોઇ અજાણ્યા ઇસમો વાડીએથી ડેલાની વંડી ટપી અંદરથી બે ભેંસોને તેમની ખીલાએથી છોડીને વાનમાં ચડવી ભેસોની ઉઠાંતરી કરી ગયેલ છે. ભેસોની કિંમત અંદાજીત ર લાખની ઉપર હોવાનું જણાવ્યું હતું. આ બાબતની ફરીયાદ માનસીહભાઇએ સુત્રાપાડા પોલીસ મથકમાં નો:ધાવી છે.