દ્વારકાના વરવાળા ગામના પ્રૌઢે કર્યો આપઘાત

ખંભાળીયા,તા.31
દ્વારકા તાલુકાનાં વરવાળા ગામે રહેતા ધીરજલાલ ચુનીલાલ વિઠ્ઠલાણી નામના પપ વર્ષના લોહાણા પ્રૌઢએ ગઈ તા.ર0 મી જુલાઈના રોજ પોતાનાં ઘરે કોઈ કારણોસર પોતાના શરીરે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી લેતા તેમને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં વધુસારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ. જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતુ.
આ બનાવ અંગે દ્વારકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.
કળિયુગી શ્રવણ
દ્વારકામાં આદિત્ય રોડ પર રહેતા કિશોરભાઈ બચુભાઈ વિઠ્ઠલાણી નામનાં 7પ વર્ષનાં લોહાણા વૃધ્ધનો પુત્ર મેહુલ અવાર નવાર તેના પિતા કિશોરભાઈ તથા તેમના પત્નિ સાથે ઝઘડો કરતાં હોય, ગત સપ્તાહમાં મેહુલે તેના માતા-પિતા સાથે બોલાચાલી કરી, તેઓને મૂઢ માર માર્યો હતો. આટલું જ નહી, તેણે બિભત્સ ગાળો કાઢી, ઘરમાંથી ચાલ્યા જવાનુ કહી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરીયાદ કિશોરભાઈ વિઠ્ઠલાણીએ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવી છે.
પ્રૌઢ નીચે પટકાતા ઘવાયા
દ્વારકામા ઈસ્કોન ગેઈટ પાસે રહેતા જલાઉદીન આજુદી શેખ નામનાં પ3 વર્ષનાં મુસ્લીમ પ્રૌઢે આ સ્થળે એક નવી બિલ્ડીંગમાં કામ કરી રહ્યા હતા, તે દરમ્યાન નીચે પટકાતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.