ગોંડલમાં અગ્રણીનું ખીસ્સુ કપાતા રોષ

ગોંડલ તા.31
ગોંડલના તીનબતી ચોકમાં બપોરના સુમારે ટ્રાફિક નો લાભ લઇ ખિસ્સાકાતરુઓ દ્વારા કળા કરવામાં આવતી હોય બ્રહ્મ સમાજના આગેવાન ના ખિસ્સામાં હાથ નાખવો ખિસ્સાકાતરું એ મોંઘો પડયો હતો એકઠા થયેલા લોકોના ટોળાએ મેથીપાક ચખાડ્યો હતો ટ્રાફિકથી ધમધમતા ચોકમાં પોલીસ તૈનાત કરાય તેવી માંગ ઉઠવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના તીનબતી ચોકમાં આરટીઓ નું કામ કરતા અને બ્રહ્મ સમાજના આગેવાન, નાગરિક બેંકના પૂર્વ ડિરેક્ટર અને ગોંડલ નગરપાલિકાના પૂર્વ સદસ્ય એવા જનકભાઈ મહેતા (જે.કે.) બપોરના સુમારે પોતાની ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે કેટલાક ખિસ્સાકાતરુએ ટ્રાફિકજામનો લાભ લઈ તેઓને ઘેરે તેમના ખિસ્સામાંથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન કાઢવાની કોશિશ કરી હતી પરંતુ જે કે મહેતાની સતર્કતાને કારણે તેઓએ ખિસ્સાકાતરુ ને પકડી પાડતા ઘડીભર અફરાતફરી મચી જવા પામી હતી જોતજોતામાં લોકોના ટોળા એકઠા થઇ જતા એકઠા થયેલ લોકોએ ખિસ્સાકાતરું મેથીપાક ચખાડ્યો હતો અને મુખ્ય બજાર ગણાતી એવી મોટી બજાર તીન બતી ચોક માં તાકીદે પોલીસ તૈનાત કરાઈ તેવી માંગ કરવામાં આવી હતી.