પાટડીના નગવાડામાંથી 21 લાખનો દારૂ ઝડપાયો

  • પાટડીના નગવાડામાંથી 21 લાખનો દારૂ ઝડપાયો
    પાટડીના નગવાડામાંથી 21 લાખનો દારૂ ઝડપાયો

વઢવાણ, તા. 31
સુરેન્દ્રનગર જીલ્લાના ઝીંઝુવાડા તાલુકાના નવવાડા ગામે ઈંલીશ દારૂનું કટીંગ થઈ રહ્યુ હતું ત્યારેજ પોલિસે દરોડો પાડી 21 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.
બનાવની વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના ઝીંઝુવાડા તાલુકાના છેવાડાના ગામ નગવાડામાં દારૂનો મોટો જથ્થો ઉતરવાનો છે તેવી માહિતી ઝીંઝુવાડા પોલિસને મળી હતી માહિતીના પગલે પોલિસે લોકોશનનું પગેરૂ મેળવી દરોડો પાડી મોટી સંખ્યામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
ઝીંઝુવાડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ઈંગ્લીશ દારૂનું વેચાણ બેફામ થયુ છે ત્યારેજ ઝીંઝુવાડા પોલિસ મથકના એએસઆઈ મેઘરાજસિંહ જાડેજાને ચોકકસ બાતમી મળેલ કે નગવાડા ગામની સીમમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઉતરવાનો છે આ બાતમીના આધારે ઝીંઝુવાડા પોલિસનો કાફલો નગવાડા ગામની સીમમાં બાતમી મુજબના ઠેકાણે ત્રાટકતા આ સ્થળે ઈંગ્લીશ દારૂનુ કટીંગ ચાલતુ હતુ પોલિસને જોઈ જતા અમુક શખ્સો નાશી છુટયા હતાં. પોલિસે ઘટના સ્થળેથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 447 રૂા.21.45 લાખનો માલ જપ્ત કરી ત્યાં હાજર બુટલેગર વિક્રમ ભીલા ઠાકોરની ધરપકડ કરી દારૂનો જથ્થો કયાંથી મંગાવવામાં આવ્યો અને કોને સપ્લાઈ કરવાનો હતો તે સહિતની તપાસ હાથ ધરી છે.