કોડીનારના સરખડી નજીક બાઈક અકસ્માતે યુવાનનું મોત

કોડીનાર તા.31
કોડીનાર તાલુકાના સરખડી ગામના પાટીયા નજીક મોટર સાયકલ અડફેટે યુવાનનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવની વિગત મુજબ નોંધણભાઈ મેરૂભાઈ વાળા ઉ.35 રહે. સરખડી પોતાની મોટર સાઈકલ નં. જીજે 11 એપી 2163 લઈને કોડીનારથી સરખડી જઈ રહ્યા હતા ત્યારે સરખડી ગામના પાટીયા નજીક સામેથી આવતી મોટર સાયકલ નં. જીજે 32 એચ 6524ના ચાલકે પુરપાટ ગાડી હંકારી નોંધણભાઈની મોટર સાયકલ સાથે અથડાતા નોંધણભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. મૃતકનો મૃતદેહ કોડીનાર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. કોડીનાર પોલીસે આ અકસ્માતમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.