ભાવનગર પોલીસે પૈસા માંગી ધમકી દેતા યુવાનનો આપઘાત

  • ભાવનગર પોલીસે પૈસા માંગી ધમકી દેતા યુવાનનો આપઘાત
    ભાવનગર પોલીસે પૈસા માંગી ધમકી દેતા યુવાનનો આપઘાત

ભાવનગર તા.31
ભાવનગર જીલ્લાનાં કામરોળ ગામે પોલીસે પૈસાની માંગણી કરી ધમકી આપતાં યુવાને ઝેરી દવા પી જતાં તેનું મોત નિપજયુ હતું. આ બનાવ અંગે જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવા મૃતકનાં પરિવારજનોએ માંગ કરી છે.
આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર જીલ્લનાં તળાજા તાલુકાનાં કામરોળ ગામે રહેતા બળદેવસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયા ઉ.વ.28 એ ગામની સીમમાં ગૌચરની જમીનમં જઇ ઝેરી દવા પી લેતાં અત્રેની સર.ટી. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તેનું મોત ીનપજયુ હતું.
મૃતકના પરિવારજનોએ પોલીસ સામે એવો આક્ષેપ કર્યો હતો કે મૃતક બળદેવસિંહનો ભાઇ દારૂનો ધંધો કરતો હોય રીવવારે પોલીસનાં કેટલાક માણસો સાદા ડ્રેસમાં આવી બળદેવસિંહ પાસે રૂા.50 હજારની માંગણી કરી હતી અને જો રૂપિયા નહિ આપે તો કેસ કરી ધરપધકડ કરશે તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. દરમ્યાન બળદેવસિંહ પાસે રૂપિયાની સગવડતા નહિ થતાં તેને ઝેરી દવા પી લઇ આપઘાત વહોરી લીધો છે. આથી બળદેવસિંહ પાસે પૈસાની માંગણી કરનાર પોલીસ સામે ફરીયાદ નોંધી સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીએ આ અંગે યોગ્ય કરવાની ખાત્રી આપ્યા બાદ જ બળદેવસિંહ નાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.