હડકાયું કુતરૂ ભેંસ સહિત 15 પશુને કરડયું: દૂધ પીનારા 19ને હડકવાની અસર

વઢવાણ તા.31
પાટડી તાલુકાના રૂસ્તમગઢ ગામે એક કુતરાને હડકવા ઉપડયો હતો. જે હડકાયું બનેલું કુતરુ ગામમાં 1પ જેટલા અબોલ પશુને કરડયું હતું. તેમાં જેઠાભાઇ પરમારની ભેસને પણ આ હડકાયું કુતરુ કરડતા ભેસને પણ હડકવા ઉપડયો હતો પરંતુ હવે ભેસનું દુધ 17 વ્યકિતએ પીધુ હતું તેમજ તે 17 લોકો સહિત ગામના કુલ 19 વ્યકિતને હડકવાની અસર થતા 19 લોકોને દવાખાને સારવાર માટે ખસેડાયા હતા.
જેમાં ત્રિભોવન પરમાર, કમુબેન, શૈલેષ પરમાર, માનાભાઇ પરમાર, કનીબેન મહેશ પરમાર, રામાભાઇ પરમાર, હીરીબીને, જેઠાભાઇ પરમાર, લીલીબેન, નિલેશભાઇ પરમાર, રીટાબેન, કાંતિભાઇ પરમાર, અજાભાઇ પરમાર, ખોડાભાઇ સોલંકી, જાગૃતિબેન પરમાર, મણીબેન પરમારનો (પાટડી-દસાડા) અને વણોદ સરકારી હોસ્પીટલમાં તમામને ખસેડાયા હતા પણ હડકવા વિરોધી રસીનો સ્ટોક ખલ્લાસ હતો. આ અંગે પશુ ચિકિત્સક રમેશભાઇ ચાવડાએ જણાવ્યું કે જો હડકવા ઉપડે તો તેનો કોઇ ઇલાજ નથી. ભેંસને હડકાયું કુતરુ કરડયા બાદ 1ર કલાક સુધીમાં જે દુધ પીવે તેને હડકવાની શકયતા વધી જાય છે. ભેસનું મોત નિપજ્યું છે.