ભાવનગરની સરકારી હોસ્પિટલમાં પહેલા માળેથી છલાંગ : દર્દીનો આપઘાત

ભાવનગર તા.31
ભાવનગરની સરકારી સર.ટી.હોસ્પિટલનાં પહેલા માળેથી કુદકો મારી બીમારીથી કંટાળી ગયેલા દર્દીએ આપઘાત વદોરી લીધો હતો.
મળતી વિગતો મુજબ શહેરનાં વિદ્યાનગર વિસ્તારમાં ગાંધી કોલોની પ્લોટ નં-74 માં રહેતાં કાન્તીભાઇ નાનજીભાઇ મારૂ (ઉ.વ.44) ને માનસીક બિમારી સબબ અત્રેની સર.ટી.હોસ્પિટલમાં દાખલ કરાયેલ, આ દર્દીએ બીમારીથી કંટાળી જઇ પ્રથમ માળેથી નીચે ધુબાકો મારતાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજયું હતું. આ દર્દીએ બ્લેડ વડે પોતાના શરીરે કાપા પણ પાડી નીચે ઝંપલાવ્યું હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.