પાલીતાણાના શિક્ષકે બાળકોના અભ્યાસ માટે બનાવી ‘પ્રજ્ઞા કુટિર’

  • પાલીતાણાના શિક્ષકે બાળકોના અભ્યાસ માટે બનાવી ‘પ્રજ્ઞા કુટિર’
    પાલીતાણાના શિક્ષકે બાળકોના અભ્યાસ માટે બનાવી ‘પ્રજ્ઞા કુટિર’
  • પાલીતાણાના શિક્ષકે બાળકોના અભ્યાસ માટે બનાવી ‘પ્રજ્ઞા કુટિર’
    પાલીતાણાના શિક્ષકે બાળકોના અભ્યાસ માટે બનાવી ‘પ્રજ્ઞા કુટિર’

પાલીતાણા તા.31
એક બાજુ વર્ગના અભાવે વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે ત્યારે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વર્ગ બનાવવા માટે કોઈ નક્કર આયોજન નથી ત્યારે આવી વર્ગની ઘટને પહોચી વળવા માટે ભાવનગરના પાલીતાણાના એક સરકારી શાળાના શિક્ષક દ્વારા પ્રજ્ઞા કુટીર નજીવા અને સ્વખર્ચે બનાવવામાં આવી છે જેમાં બાળકો ભાર વિનાનું ભણતર કરી શકે તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
પાલીતાણા ની ઝવેરચંદ મેઘાણી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નાથાભાઈ ચાવડા આમતો પોતાની આગવી ઓળખ ધરાવે છે, તેઓ દ્વારા લોકોની વ્યસન મુક્તિ માટે આયુર્વેદિક તમાકુ, બીડી ગુટકા નું સંશોધન કર્તા તરીકે ખ્યાતી મેળવી છે, હમેશા કઈક નવું કરવાના ઉત્સાહ સાથે આ શિક્ષક તેમના શાળાના બાળકો કેવી રીતે ખાનગી શાળા કરતા સારો અને ભાર વગરનો અભ્યાસ કરી શકે તે માટે કઈક ને કઈક નવું નવું શિક્ષક ની સાથે સાથે પ્રવૃતિઓ કરતા જ રહે છે, હાલ તેમના દ્વારા શાળાના કેમ્પસમાં પડતર જગ્યા અને શાળાની વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી અને પ્રજ્ઞા કુટીર નું સ્વખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, આ કુટીરમાં બેસીને બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે,
2015 માં આ શિક્ષક ને ધો-2ન વિદ્યાર્થીઓ ને પ્રજ્ઞા અભિગમ મુજબ અભ્યાસ કરાવવાનો હતો પરંતુ શાળામાં વર્ગખંડનો અભાવ હોવાના કારણે તેમને બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરાવવાની ફરજ પડતી હતી, આવા સંજોગમાં નવા વર્ગખંડ બનાવવા માટે તંત્ર તરફથી મંજુરી મળે કે ન મળે, ક્યારે મળે, ક્યારે નવા વર્ગખંડ બને આ તમામ સવાલો વચ્ચે તેમને તેનો ઉકેલ શોધી કાઢ્યો અને શાળામાં જ પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાતી વધારાની જગ્યા માં તેમને શાળા ના બાળકોના વાલીઓ, શિક્ષકોના સહકાર થી માત્ર ત્રણ જ દિવસમાં વેસ્ટ માંથી બેસ્ટ કરી બતાવ્યું અને એક કુટીરનું નિર્માણ કર્યું, અને બાળકોના ભારવિના ના ભણતર નું સ્વપ્ન સાકાર કર્યું, આમ વર્ગખંડ ની ઘટને પહોચી વળવાનો ઉપાય શોધી કાઢ્યો, આ કુટીર આશ્રમ શાળાઓમાં હોય તેવું કુદરતી બનાવવામાં આવી, જેથી 40 જેટલા બાળકો કુદરતી વાતાવરણ માં અભ્યાસ કરી શકે,
આમ 2015 માં પ્રથમ કુટીર બનાવ્યા બાદ નાથાભાઈ ને જાણે સરકાર કે તંત્ર ની કોઇપણ સહાય ની રાહ જોયા વિના વર્ગખંડ ની ઘટ ને પહોચી વળવાનો ઉપાય મળી ગયો હોય તેમ તેને દર વર્ષે એક નવી થીમ પર આવી કુટીર પોતાના સ્વ-ખર્ચે બનાવવાનું શરુ કર્યું, 2015 માં પ્રજ્ઞા અભિગમ મુજબ કુટીર બનાવ્યા બાદ તેમને 2016 માં સ્વચ્છતા અભિયાન અંતર્ગતની થીમ પર, 2017 માં સપ્તરંગ અભિગમ થીમ પર, અને છેલ્લે 2018 માં હરિયાળી ક્રાંતિ અભિગમ ની થીમ પર કુટીર બનાવી અને તેમાં બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે. તેઓ દ્વારા તેમને મળતી હક્ક રજાઓ અને વેકેશન નો સમય આવી કુટીર બનાવવામાં વિતાવે છે અને તેમનો માત્ર એક જ ઉદેશ છે કે વર્ગખંડ ની ઘટ ને પહોચી વળવું,