ખીલાવડ ગામે સિંહબાળ હત્યાના બીજા આરોપીના 1 દિવસ રીમાન્ડ પર

ઉના તા.31
ઉના- ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામે ગત તા.22 જુલાઇના રોજ જંગલ બોર્ડરથી તદ્નન નજીક રેવન્યુ વિસ્તારમાં આવેલ અરજણ ગભા બારૈયાની વાડી આવેલ હોય અને વાડીમાં એક પ્લાસ્ટીકની બેગમાં સિંહબાળનો મૃતદેહ પડ્યો હોવાની બાતમી વનવિભાગને મળતા જશાધાર રેન્જના એ.સી.એફ.એન જે પરમાર તથા આર.એફ.ઓ પંડ્યાએ તાતકાલીક બનાવ સ્થળે પહોચી જઇ બે માસના સિંહબાળનો મૃતદેહ પડ્યો હોય તેનો કબ્જો મેળવી વાડી અરજણ ગભા વિરૂધ્ધ ફરીયાદ નોંધી તેને ઝડપી પાડેલ હતો. અને તેની પુછપરછમાં ભીખુ ગીગાનું નામ ખુલતા વનવિભાગે આ શખ્સને પકડી તેમની પૂછપરછ હાથ ધરેલ હતી. અને તેને કોર્ટમાં ન્યાયધિસ સમક્ષ રીમાન્ડ માટે રજુ કરાતા એક દિવસના રીમાન્ડ કોર્ટે મંજુર કરેલ છે.