ગીરગઢડાના ઝુંડવડલી ગામે કુવામાં પડતા સિંહબાળનું મોત

ઉના તા.31
ગીરગઢડા તાલુકાના ઝુંડવડલી ગામે સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં 70 ફુટ ઉંડા પાણીના કુવામાં એક સિંહબાળ અચાનક પડી જતાં વનવિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર પહોચી કુવામાં ખાટલાને દોરીઓથી બાંધીને ઉતારી સલામત રીતે આ સિંહબાળને બચાવી સારવાર માટે એનિમલકેબર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ હતું. આ સિંહબાળનું સારવાર બાદ વધુ પાણી પીઇ જવાના કારણે મોત નિપજતા વનપ્રેમીઓમાં ભારે શોકની લાગણી ફેલાયેલ છે.
ઝુંડવડલી ગામના મનસુખભાઇ ભીમજીભાઇ દમણીયાની માલીકીની ખેતીની જમીન વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચડેલ સિંહ પરીવારનું ગૃપમાંથી એક નાનું સિંહબાળ વિખુટૂ પડી પાણીના કુવા નજીક તરસ છીપાવા જતાં સિંહબાળ આકસ્મીત રીતે કુવામાં પડી ગયેલ અને વનવિભાગના અધિકારી વી.આર.ચાવડા, ભાવીનભાઇ સોલંકી, એન.જે મૈયત્રા, પરબતભાઇ સહીતના કાફલે રેસ્કયુ ટીમ સાથે ઘટના સ્થળે દોડી જઇ કુવામાં રહેલ સિંહબાળને બહાર કાઢેલ આ સિંહબાળ જશાધાર ખાતે આવેલ એનિમલકેર સેન્ટરમાં ખસેડાયેલ અને સારવાર દરમિયાન મોત નિપજેલ હતું.