મોરબીના મહેન્દ્રનગરમાં બસમાં બેસવા બાબતે યુવાન ઉપર હુમલો

મોરબી તા.31
મોરબીના મહેન્દ્રનગર નજીક બસમાં બેસવા બાબતે યુવાનને માર મારતા પોલીસ ફરીયાદ નોધાઈ છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામના રહેવાસી સંદીપ વાસુદેવ હડીયલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયદીપ પટેલ, કેયુર પટેલ રહે બંને ઈશ્વરનગર હળવદ અને બીજા ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ મહેન્દ્રનગર રોડ પરની સમર્પણ હોસ્પિટલ નજીક બસમાં બેસવા બાબતે બોલાચાલી કરી માર માર્યો હતો તેમજ આરોપી જયદીપ પટેલે માથામાં પથ્થરનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે. બી ડીવીઝન પોલીસે મારામારીના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાઈકની ચોરી
મોરબીના પંચાસર રોડ પર ઓમ પાર્ક સોસાયટીમાથી બાઈકની ચોરી થતા પોલીસ ફરીયાદ નોધાઈ હતી.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના પંચાસર રોડ પર ઓમ પાર્ક સોસાયટીમાં ઘરની બહાર પાર્ક કરવામાં આવેલ બાઈકની ચોરી થઈ હતી. જે સંદર્ભે બાઇકના માલિક અમિતભાઇ નાથાભાઇ ઠોલીયાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જીલ્લાના 11 પોલીસ કર્મીની બદલી
મોરબી જીલ્લામાં ફરજ બજાવતા 11 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે જેમાં સીટી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વિનોદભાઈ વશરામભાઈ ચીકાણી, અલીઅકબર હાજીભાઇ ભોરણીયા, જયેશભાઈ ધનજીભાઈ માણસુરિયા, અભિજિતસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, હિતેશભાઈ શામજીભાઈ કુંવરીયા ની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે જયારે એ ડીવીઝનમાં ફરજ બજાવતા ચંદુભાઈ અમરશીભાઈ બાબરિયા, બી ડીવીઝનમાં ફરજ બજાવતા ચંદુલાલ દલાભાઈ ચૌહાણ, બી ડીવીઝનમાં ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ દેવડનભાઈ મિયાત્રા, મોરબી તાલુકાના જીલુભાઈ રામભાઈ ગોગરા, પોલીસ હેડ ક્વાર્ટરના રવિરાજ શક્તિસિંહ પરમાર અને પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા જગદીશસિંહ દિગુભા જાડેજાની બદલી સીટી ટ્રાફિક શાખામાં કરવામાં આવી છે