ધાતરવડી નદીમાંથી થયેલી ર1.66 લાખ મેટ્રીકટન રેતી ચોરીનો કોયડો અણઉકેલ

અમરેલી,તા.31
રાજુલા તાલુકાનાં ધાતરવડી નદીના પટમાંથી સમયાંતરે થયેલ રૂા.પર કરોડની રેતીચોરીમાં પોલીસે ઝડપેલા સાત આરોપીના બે દિવસનાં મેળવેલ રીમાન્ડ બાદ પણ પોલીસ ર1.66 લાખ મેટ્રીકટન રેતી કયાં પગ કરી ગયેલ તેનો તાગ મેળવી નહી શકતા સાતેય આરોપીને આજે જેલ હવાલે કરવામાં આવેલ હતા. ફકત ધાતરવડી નદીનાં પટ્ટમાંથી પર કરોડની રેતી ચોરાયાનો સર્વે થયેલ છે. ત્યારે જીલ્લા ભરની નદીઓમાંથી ખનીજ માફિયાઓએ સરકારની તિજોરીને કેટલો મોટો ધુંબો મારેલ હશે! તે પણ તપાસનો વિષય બનતા સરકારે જવાબદાર ખાણ-ખનીજ વિભાગ સામે પણ ફરીયાદ નોંધાવા માંગણી ઉઠેલ છે.
રાજુલા પંથકમા મોટા મોટા ઉદ્યોગો સ્થપાતાં ગયા તેમ ભુમાફિયા-ખનિજ માફિયા બેફામ બની સરકારનાંજ ખાણખનીજ-પોલીસની મીઠી નજર હેઠળ બેફામ બની સરકારની તિજોરીને કરોડોનો ચુનો લગાડતા ગયા. પરંતુ હાલ અમરેલી જીલ્લા એસ.પી. નિર્લીપ્ત રાયે ખનિજચોરો સામે લાલ આંખ કરતાં ખનિજચોરો ભુગર્ભમાં ઉતરી ગયેલ છે. ત્યારે પોલીસની લાલ આંખ થતા ખાણ-ખનીજ તંત્ર પણ સફાળુ જાગતાં એકમાત્ર ધાતરવડી નદીનો જી.પી. એસ. કોર્ડીનેેટ આધારે સર્વે કરતાં વડ અને ખાખબાઈ વચ્ચેનાં નદીનાં પટ્ટમાંથી રૂા.પર કરોડની રેતીચોરી થયાનું માલુમ પડતાં ખાણ ખનિજ વિભાગનાં માઈન્સ ુસુપર વાઈઝર ડી.જી.ચૌધરીએ નવ શખ્સો સામે ર1.66 લાખ મેટ્રીકટન રેતી કિ.રૂા. પર કરોડની ગત તા.ર6 ના રોજ રાજુલા પોલીસમાં ફરીયાદ નોંધાયા બાદ રાજુલા પી.એસ.આઈ. જી.જી.જાડેજાએ ગણતરીની કલાકોમાં સાત આરોપીઓને ઝડપી લઈ બે દિવસનાં રીમાન્ડ મેળવેલ હતા. પરંતુ રીમાન્ડ દરમ્યાન રેતી ચોરી કયાં પગ કરી ગયેલ છે તેનું પગેરૂ શોધી શકેલ નથી. આરોપીઓના રીમાન્ડ પુરા થતાં કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરેલ હતો.
રૂા.પર કરોડની રેતી જમીન ખાઈ ગઈ! આવડા મોટા કૌભાડમા મોટા માથા સંડોવાયેલા હોવાની ભારે ચર્ચા જાગેલ છે. રાજુલા પંથકમાં મોટા મોટા ઉદ્યોગો સ્થપાઈ રહેલ છે ત્યારે આટલો મોટો રેતીનો જથ્થો આવા મોટા બાંધકામમાં પગ કરી ગયાની શંકા સેવાઈ રહેલ છે. સાથો સાથ ફકત ધાતરવડી નદીના પટ્ટમાંથી આટલો મોટા રેતીના જથ્થાની ચોરી થયેલ છે. ત્યારે ખાણ-ખનીજ વિભાગ દ્વારા જીલ્લાભરની નદીઓનાં પટ્ટો સર્વે કરવા માંગણી ઉઠેલ છે. અને સરકારની તિજોરીને કરોડોનો ચુનો ચોપડવા અંગે જે તે વિભાગ સામે પણ ફરીયાદ નોધાવા માંગણી ઉઠેલ છે.
અમરેલી ખાણ-ખનીજ વિભાગનો સંપર્ક કરતાં જણાવેલ હતું કે. કચેરીમા એક માત્ર અધિકારી છે. અને તેમની પાસે ત્રણ જીલ્લાનો ચાર્જ છે. કચેરીની 70 ટકા જેટલી જગ્યા ખાલી પડેલ છે. રોયલ્ટી ઈન્સ્પેકટરની તમામ જગ્યા ખાલી હોવા છતાં સરકાર દ્વારા અતિ મહત્વનાં વિભાગની જગ્યા ભરવામાં આવતી ન હોવાના કારણે રોયલ્ટી ચોરી ચેકીંગ કરવું મુશ્કેલ છે.