શીલ પોલીસ સ્ટેશનના ઉપરના ભાગે રહસ્યમય આગમાં યુવાન ભડથું

  • શીલ પોલીસ સ્ટેશનના ઉપરના ભાગે રહસ્યમય આગમાં યુવાન ભડથું
    શીલ પોલીસ સ્ટેશનના ઉપરના ભાગે રહસ્યમય આગમાં યુવાન ભડથું
  • શીલ પોલીસ સ્ટેશનના ઉપરના ભાગે રહસ્યમય આગમાં યુવાન ભડથું
    શીલ પોલીસ સ્ટેશનના ઉપરના ભાગે રહસ્યમય આગમાં યુવાન ભડથું

ઉના તા. 27
માંગરોળ તાબાના શીલ પોલીસ સ્ટેશનના ઉપરના ભાગે આવેલા રૂમમાં લાગેલી રહસ્યમય આગમાં મુળ શીલના અને વષોઁથી મુંબઈ સ્થાયી થયેલા કોળી યુવાનનું શંકાસ્પદ મોત નીપજતા ચકચાર મચી ગઇ છે. પોલીસની ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે યુવાનના પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાના ઈન્કાર કયોઁ હતો. ત્યારે મૃતકના પી.એમ. રિપોટઁમાં મોતનું કોઇ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. આ યુવાન ત્યાં પહોંચ્યો કઈ રીતે? અને શા માટે? સહિતના પ્રશ્ને અનેક તકઁ-વિતકઁ સજાઁયા છે.
ભારે ગુંચવણ ઊભી કરતા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ:- શીલ પોલીસ સ્ટેશને ઉપરના માળે આવેલા રેકડઁરૂમનો સવારના અરસામાં એક પોલીસકમીઁએ દરવાજો ખોલતા ધુમાડો નજરે પડતા આગ લાગી હોવાનું માલૂમ પડયું હતું. ત્યારબાદ તપાસ કરતા રૂમમાં બાકસ અને દિવાસળી તેમજ ઓફીસના કાગળો, ફાઈલો, ગોદડું સહિતની બળી ગયેલી વસ્તુઓ સાથે એક યુવાન પણ બેશુધ્ધ હાલતમાં હોવાની ખબર પડી હતી. જો કે તેનું મોત નીપજયું હતું. આ યુવાન ભાવેશભાઈ લખમણભાઈ બામણીયા (ઉ.વ. આશરે 43) હોવાનું ખુલ્યું હતું. લાંબા સમયથી મુંબઈમાં પરિવાર સાથે રહેતા અને સોની કામ કરતો આ યુવાન ત્રણેક દિવસ પહેલાં જ અહીં આવ્યો હતો. અહીં શીલ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જ તેમના સગા-સબંધી રહેતા હોવાનું જાણવા મળેલ છે.
ભાવેશભાઈના મૃતદેહને માંગરોળ સરકારી હોસ્પિટલે પી.એમ. અથેઁ ખસેડવામાં આવ્યો હતો. આ દરમ્યાન રાજકોટ રહેતા તેના ભાઈ દિનેશભાઈને જાણ કરાતા તે તાત્કાલિક અહીં આવવા રવાના થયા હતા. બીજી બાજુ શીલના સરપંચ રાજાભાઈ ભરડા, પૂવઁ સરપંચ રામજીભાઈ ચુડાસમા, પૂવઁ ઉપ સરપંચ પ્રફુલભાઈ સહિતના આગેવાનો દોડી આવ્યા હતા.
સાંજે ચારેક વાગ્યાના અરસામાં ડો.મહીડા અને ડો.ચાવડાએ મૃતદેહના પેનલ પી.એમ.ની કાયઁવાહી હાથ ધરી હતી. એ દરમ્યાન મૃતકના ભાઈ દિનેશભાઈ આવી પહોંચતા પોલીસની ગંભીર બેદરકારીનો આક્ષેપ કરી પોલીસ તપાસની લેખિત બાહેંધરી ન આપે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો. પી.એમ. રીપોટઁમાં મોત અંગેનું કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. મૃતકના શરીરે કોઈ પ્રકારની ઈજા કે કયાંય દાઝી ગયાના નિશાન ન હતા. ત્યારે ડોકટરો કોઈ ચોક્કસ તારણ પર ન આવી શકતા મૃતદેહને જામનગર પી.એમ.માં મોકલવા જણાવ્યું હતું. જો કે મૃતદેહ સ્વિકારવા અંગે મોડી સાંજે પણ મડાગાંઠ યથાવત રહી હતી. યુવાનનું મોત ગુંગળાઈ જવાથી થયું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. જો કે રાત્રીના સમયે ડી.એસ.પી. અને કોળી આગેવાનમાં મધ્યસ્થી કરતા લાશ સ્વીકારી લીધી હતી.